વિકી કૌશલ સાથે ફરી દેખાઇ કેટરીના, મીડિયાને જોઇને થયા દૂર, જુઓ વીડિયો

Published: Oct 29, 2019, 17:12 IST

પોતાના રસ્તે જતાં પહેલા રાહ જોતાં ફોટોગ્રાફર અને મીડિયા ક્રૂ માટે એક શૉર્ટ ફોટો-ઑપ પણ કર્યો.

વાયરલ થયેલા એક વીડિયોમાં બોલીવુડ સ્ટાર કેટરીના કૅફ અને વિકી કૌશલ એક મિત્રની દિવાળી પાર્ટીમાંથી સાથે નીકળ્યા પણ અંતે તે પોત-પોતાની કારમાં બેસીને ઘરે ગયા. તેમણે પોતાના રસ્તે જતાં પહેલા રાહ જોતાં ફોટોગ્રાફર અને મીડિયા ક્રૂ માટે એક શૉર્ટ ફોટો-ઑપ પણ કર્યો.

વીડિયોમાં બન્ને સિતારાને એક શાનદાર અંદાજમાં ડ્રેસ કરેલા જોઈ શકાય છે. જ્યાં વિકીએ કુર્તા-પાયજામાની સાથે શેરવાની પહેરી છે. તો કેટરીનાએ શાનદાર ઘાઘરા-ચોલી પહેર્યા છે. અફવાઓ પર વિશ્વાસ કરીએ તો છેલ્લા થોડાંક સમયથી કેટરીના અને વિકીનું નામ સાથે જોડવામાં આવી રહ્યું છે, જો કે બન્ને સિતારા વચ્ચેના નજીકના સૂત્રોએ હિંદુસ્તાન ટાઇમ્સને જણાવ્યું કે તે બન્ને સિંગલ છે અને એકબીજાને ડેટ નથી કરતાં.

થોડાંક સમય પહેલા આવેલી રિપોર્ટ પ્રમાણે એ પણ કહેવામાં આવ્યું હતું કે બન્ને સિતારા ટૂંક સમયમાં જ એક ફિલ્મમાં સાથે કામ કરી શકે છે. જો કે, હજી સુધી એવી રિપોર્ટ્સ પર કોઇ જ અપડેટ આવી નથી. વિકી અને કેટરીના બન્ને હજી સુધી ઑફિશિયલી સિંગલ છે. જો કે, પાર્ટીમાંથી એક સાથે બહાર આવવા પર ફક્ત તેમના રુમર્ડ અફેરને બળ મળી રહ્યું છે.

આ પણ વાંચો : વિરુષ્કા, ઝહીર-સાગરિકા, હરભજન-ગીતા હાજર રહ્યા બિગબીની દિવાળી પાર્ટીમાં...

કેટરીના કૅફ અને વિકી કૌશલ બોલીવુડના અગ્રણી ફિલ્મ કલાકાર છે. બન્નેએ કેટલીય હિટ ફિલ્મો આપી છે. કેટરીના કૅફનું નામ આ પહેલા રણબીર કપૂરના નામ સાથે જોડાયું હતું. જો કે, પછીથી બન્નેનું બ્રેકઅપ થઈ ગયું છે. આને કારણે હવે મીડિયામાં આ બન્નેને એકસાથે જોવા મળતાં અફેરની ચર્ચા વધી ગઈ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK