Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Bhoot Poster: ચૂડેલથી પીછો છોડાવતા જોવા મળ્યા વિક્કી કૌશલ

Bhoot Poster: ચૂડેલથી પીછો છોડાવતા જોવા મળ્યા વિક્કી કૌશલ

13 September, 2019 11:51 AM IST |

Bhoot Poster: ચૂડેલથી પીછો છોડાવતા જોવા મળ્યા વિક્કી કૌશલ

Bhoot Poster: ચૂડેલથી પીછો છોડાવતા જોવા મળ્યા વિક્કી કૌશલ


નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા વિક્કી કૌશલ તેની અપકમિંગ હોરર ફિલ્મમાં જોવા મળશે. આ પહેલી વાર છે જ્યારે વિક્કી કૌશલ કોઈ હોરર ફિલ્મમાં જોવા મળ. ફિલ્મનું બીજુ પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. વિક્કી કૌશલે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ પોસ્ટરમાં વિક્કી કૌશલ પાણીની અંદર જોવા મળી રહ્યો છે. પરંતુ જો પોસ્ટને ધ્યાનથી જોવામાં આવે તો ખ્યાલ આવે છે કે વિક્કી પાણીમાં ડૂબી નથી રહ્યો પરંતુ ચૂડેલથી પોતાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.




પોસ્ટરમાં દેખાઈ રહ્યું છે કે વિક્કી કૌશલની પાછળ એક ચૂડેલ ઉભી છે જેણે વિક્કીને પકડી રાખ્યો છે અને તે પોતાની જાતને બચાવવા પ્રયત્ન કરી રહ્યો છે. આ સિવાય અન્ય એક પોસ્ટરમાં વિક્કી કૌશલના હાથમાં કુહાડી દેખાઈ રહી છે અને પાણીમાં ડૂબતુ ટીવી જોવા મળે છે. પોસ્ટરમાં એક વાત જોઈ શકાય છે કે ફિલ્મમાં વિક્કી કૌશલનો સામમનો ભયાનક ચૂડેલ સાથે થવાનો છે. જોવાનું એ રહેશે કે કઈ રીતે વિક્કી કૌશલ પોતાનો જીવ બચાવે છે.


પોસ્ટર શૅર કરતા વિક્કી કૌશલે લખ્યું હતું કે, ડરથી દૂર જઈ શકાય નહી. આતંકથી દૂર જઈ શકાય નહી. મને બચાવવામાં મારી મદદ કરો. #thehauntedship 15 નવેમ્બર 2019ના તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં વિક્કીને એક ચૂડેલે પકડી રાખ્યો છે અને તે એક શિપની બારીમાંથી બુમો પાડી રહ્યાં છે.. ફિલ્મમાં વિક્કી કૌશલ સાથે ભૂમિ પેડ્નેકર લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મ 15 નવેમ્બરથી સિનેમાઘરોમાં રિલીઝ થશે જોવાનું રહેશે કે ફિલ્મ દર્શકોને કેટલુ ડરાવી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

13 September, 2019 11:51 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK