Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિકી કૌશલ અને અનુરાગ કશ્યપે તાપસીને કરી ટ્રોલ, તો મળ્યો આવો જવાબ

વિકી કૌશલ અને અનુરાગ કશ્યપે તાપસીને કરી ટ્રોલ, તો મળ્યો આવો જવાબ

21 August, 2019 03:12 PM IST | મુંબઈ

વિકી કૌશલ અને અનુરાગ કશ્યપે તાપસીને કરી ટ્રોલ, તો મળ્યો આવો જવાબ

વિકી કૌશલ અને અનુરાગ કશ્યપે તાપસીને કરી ટ્રોલ, તો મળ્યો આવો જવાબ


બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોટો શૅર કર્યો છે, જેની અનુરાગ કશ્યપ અને વિક્કી કૌશલે મજાક ઉડાવી છે. મિશન મંગલની એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બાળપણના ફોટોઝ શૅર કર્યા છે. ફોટો શૅર કરવાની સાથે તાપસીએ એ પણ ખુલાસો કર્યો છે કે તેમને આ પ્રાઈઝ કેમ મળ્યું છે ?

ફોટો શૅર કરવાની સાથે તાપસીએ લખ્યું છે કે,'સ્પોર્ટ્સ મારા જીવનનો હિસ્સો છે. સ્કૂલ રેસમાં ટ્રેક દર વર્ષે મારા માટે યુદ્ધનું મેદાન બની ગયું હતું. મારો આટલો સપોર્ટ કરવા માટે મારા પરિવાર અને ટીચર્સનો આભાર. દુર્ભાગ્ય એ છે કે ઘણા બાળકો પાસે આ સપોર્ટ સિસ્ટમ નથી હોતી. #WhyTheGap' તાપસીના આ પોટો પર લોકોએ ઘણી કમેન્ટ કરી છે, સાથે જવખાણ પણ કર્યા છે. પરંતુ તાપસીના કૉ સ્ટાર વિક્કી કૌશલ અને ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપે તેમની મજાક ઉડાવી છે.



આ પણ વાંચોઃ વડોદરામાં જન્માષ્ટમી ઉજવશે આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચા 


તાપસીના ફોટ પર પહેલા વિક્કી કૌશલે તેમની મજાક કરતા કમેન્ટ કરી કે,'પાક્કુ બે-ચારને ધક્કો તો માર્યો જ હશે.' બાદમાં અનુરાગ કશ્યપે પણ તાપસીની મજાક ઉડાવી. અનુરાગે કમેન્ટ કરી,'ચલો કોઈ એવોર્ડ તો મળ્યો.' અનુરાગની આ કમેન્ટ પર પણ તાપસીએ જવાબ આપ્યો છે. તાપસીએ લખ્યું,'હા હા હા... સ્કૂલ કોલેજ સુધી બધું બરાબર હતું. લાઈફમાં તેના બાદ કોમ્પિટિશન ફૅર થઈ ગઈ છે.'


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2019 03:12 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK