બે કિલોમીટર દૂર રહેતા ફ્રેન્ડ્સને દૂરબીનથી જોતો વિકી કૌશલ

Published: Jul 02, 2020, 21:39 IST | Agencies | Mumbai

બે કિલોમીટર દૂર રહેતા મારા ફ્રેન્ડ્સને શોધી રહ્યો છું. મુંબઈમાં આ સાલું લૉકડાઉન પૂરું જ નથી થઈ રહ્યું.’

વિકી કૌશલ
વિકી કૌશલ

વિકી કૌશલ લૉકડાઉનથી કંટાળી ગયો છે અને હવે દૂરબીનની મદદથી તેના મિત્રોને શોધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં લૉકડાઉનને 31 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યું છે. વિકીએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે જેમાં તે તેની બાલ્કનીમાં દૂરબીન લઈને ઊભેલો જોવા મળી રહ્યો છે. આ ફોટો શૅર કરીને વિકીએ કૅપ્શન આપી હતી કે ‘બે કિલોમીટર દૂર રહેતા મારા ફ્રેન્ડ્સને શોધી રહ્યો છું. મુંબઈમાં આ સાલું લૉકડાઉન પૂરું જ નથી થઈ રહ્યું.’
વિકીના ફોટો પર ઈશાન ખટ્ટરે કમેન્ટ કરી હતી કે ‘ભાઈ તને થોડું મોટું દૂરબીન જોઈશે. હું બાલ્કનીમાં ઊભો રહીને તને હાથ કરી રહ્યો છું.’
ઈશાનને જવાબ આપતાં વિકીએ કમેન્ટ કરી હતી કે ‘માન્યું કે સારી બૉડી છે, પરંતુ ભાઈ કપડાં તો પહેરી લે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK