'ઇતની શક્તિ હમે દેના દાતા' પ્રાર્થનાનાં ગીતકાર અભિલાષનું મુંબઇમાં નિધન

Published: 28th September, 2020 17:13 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

અભિલાષનું મુંબઇમાં રવિવારે નિધન થઈ ગયું. 74 વર્ષીય અભિલાષ કેન્સરની બીમારીથી પીડિત હતા. મધરાતે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

ગીતકાર અભિલાષ
ગીતકાર અભિલાષ

વર્ષ 1985માં રિલીઝ થયેલી ફિલ્મ 'અંકુશ' માટે 'ઇતની શક્તિ હમેં દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના...' જેવું ખૂબ જ લોકપ્રિય ગીત લખનાર ગીતકાર (Lyricist) અને લેખક અભિલાષ (Abhilash)નું મુંબઇમાં રવિવારે નિધન થઈ ગયું. 74 વર્ષીય અભિલાષ પેટને લગતી બીમારીથી પીડિત હતા. આજે સવારે 4 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.

અભિલાષની પત્ની નીરાએ એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં અભિલાષને કેન્સર અથવા અન્ય કોઇપણ બીમારી હોવાની વાતને નકારતાં કહ્યું કે, "આ વર્ષે જ માર્ચ મહિનામાં અભિલાષના પેટનાં આંતરડાંનું ઑપરેશન કરવામાં આવ્યું હતું, જેના પછી તે ખૂબ જ નબળાઇ અનુભવવા લાગ્યા હકા. તેને કારણે તેમને ચાલવામાં મુશ્કેલી નડી રહી હતી."

નીરાએ જણાવ્યું કે અભિલાષનું નિધન ગોરેગાંવ સ્થિત તેમના ઘરે જ થયું છે. તેમણે જણાવ્યું કે કોરોના અને લૉકડાઉનના પ્રતિબંધોને કારણે માત્ર 15-20 લોકો જ અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા અને એવામાં બૅંગલુરૂમાં રહેનારા તેમના દીકરી અને જમાઇ પણ અંતિમ દર્શનમાં સામેલ થઈ શક્યા નહીં.

પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલ સિંહ દ્વારા કલાશ્રી એવૉર્ડથી સન્માનિત થઈ ચૂકેલા અભિલાષ લોકપ્રિય ગીત 'ઇતની શક્તિ હમે દેના દાતા' આજે પણ એટલું જ લોકપ્રિય છે, જેટલું ફિલ્મનાં રિલીઝ સમયે હતું, આ ગીતને આજે પણ દેશમાં ઘણી સ્કૂલ્સ અને જેલમાં પ્રાર્થના ગીત તરીકે ગાવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ ગીતનો વિશ્વની 8 ભાષામાં અનુવાદ પણ કરવામાં આવ્યો છે.

'ઇતની શક્તિ હમે દેના દાતા' ગીત સિવાય અભિલાષે 'સાંઝ ભઇ ઘર આજા', 'આજ કી રાત ન જા', 'વો જો ખત મુહબ્બત મેં', 'તુમ્હારી યાદ કે સાગર મેં', 'સંસાર ઇક નદિયા', 'તેરે બિના સૂના મેરે મન કા મંદિર' વગેરે ગીતો પણ લખ્યા હતા, જે ખૂબ જ પૉપ્યુલર થયા હતા. ગીત સિવાય તેમણે ઘણી ફિલ્મોમાં પટકથા-સંવાદ લેખક તરીકે પણ યોગદાન આપ્યું હતું અને કેટલીય ટીવી સીરિયલ્સ માટે પણ સ્ક્રીપ્ટ લખી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK