Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૌમિત્ર ચૅટરજી છે સ્ટેબલ

સૌમિત્ર ચૅટરજી છે સ્ટેબલ

12 October, 2020 06:20 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૌમિત્ર ચૅટરજી છે સ્ટેબલ

સૌમિત્ર ચૅટરજી

સૌમિત્ર ચૅટરજી


બંગાળી એક્ટર સૌમિત્ર ચૅટરજીની હેલ્થ હવે સ્ટેબલ છે. તેમની દીકરી પૌલોમી બોઝનું કહેવું છે કે તેમના વાઇટલ પૅરામીટર્સ હવે નૉર્મલ છે. તેમને કોરોનાનાં લક્ષણ હોવાથી શુક્રવારે પ્રાઇવેટ નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની કોવિડ-19ની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આ વિશે પૌલોમીએ કહ્યું હતું કે ‘તેમની ટ્રીટમેન્ટ બાર ડૉક્ટર્સની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. તેમના જણાવ્યા મુજબ પપ્પાના વાઇટલ પૅરામીટર્સ નૉર્મલ છે. તેમનું બ્લડ-પ્રેશર નૉર્મલ છે અને તેમને હાલમાં ઑક્સિજન ઍડ્મિનિસ્ટ્રેશનની પણ જરૂર નથી. તેમની પૂરી કાળજી રાખવામાં આવી રહી છે. તેમનું પી.એ.એ. કાઉન્ટ નૉર્મલ છે તેમ જ ન્યુમોનિયાની પણ અસર નથી અને લંગ્સ પણ સારાં છે, જે એક સારી બાબત છે. અમે દરેક ફોન અને મેસેજનો જવાબ આપવા માટે હાલમાં સક્ષમ નથી, પરંતુ એ માટે અમે તમારા આભારી છીએ. દરેકને જાણકારી મળી રહે એ માટે હું તેમની હેલ્થની માહિતી સતત અપડેટ કરતી રહીશ.’


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2020 06:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK