મધર ઇન્ડિયા ફેમ અભિનેત્રી કુમકુમનું લાંબી બીમારી પછી 86ની વયે નિધન

Published: Jul 28, 2020, 14:54 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

કુમકુમ(Kumkum) પોતાના સમયના તમામ મોટા અભિનેતાઓ સાથે કામ કર્યું હતું અને તે 100થી પણ વધારે ફિલ્મોમાં જોવા મળ્યાં.

કુમકુમ (તસવીર સૌજન્ય- ટ્વિટર)
કુમકુમ (તસવીર સૌજન્ય- ટ્વિટર)

પોતાના જમાનાની જાણીતી અભિનેત્રી રહી ચૂકેલી કુમકુમ(Kumkum)નું લાંબી બીમારી પછી મુંબઇના બાન્દ્રા(Bandra) સ્થિત ઘરમાં નિધન થયું છે. તેઓ 86 વર્ષનાં હતાં અને તેમનું રિયલ નામ જેબુન્નિસા હતું.

પરિવારના એક નજીકના સૂત્રએ જણાવ્યું કે ધરે રહીને તેઓ ઉંમર સંબંધી બીમારીઓની સારવાર કરાવી રહ્યાં હતાં. આજે સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા. કુમકુમ પોતાના સમયના તમામ મોટા અભિનેતાઓ સાથે કામ કર્યું હતું અને તે 100થી પણ વધારે ફિલ્મોમાં જોવા મળ્યાં.

બિહારના હુસૈનાબાદમાં જન્મેલી કુમકુમએ 'મધર ઇન્ડિયા'(Mother India),'મિસ્ટર એક્સ ઇન બૉમ્બે', 'સન ઑફ ઇન્ડિયા', 'કોહિનૂર', 'નયા દોર', 'દો આંખે બારહ હાથ', 'બસંત બહાર', 'ઉજાલા', 'એક સપેરા', 'એક લુટેરા', 'રાજા ઔર રંક', 'આંખે', 'ગંગા કી લહરેં', 'ગીત', 'લલકાર', 'એક કંવારા', 'એક કંવારી', 'જલતે બદન', 'કિંગ કૉન્ગ' જેવી ફિલ્મોમાં અભિનય કર્યો.

નોંધનીય છે કે કુમકુમ જામીતા નિર્દેશક ગુરૂ દત્તની શોધ હતી. ગુરૂ દત્ત તે સમયે ફિલ્મ 'આર પાર' બનાવી રહ્યા હતા, જેનું જાણીતું ગીત 'કભી આર કભી પાક લાગા તીર નજર' તે કોઇક હીરોઇન પર ફિલ્માવવા માગતા હતા, પણ કહેવામાં આવે છે કે તે સમયે કોઇપણ હિરોઇન ફિલ્મના માત્ર એક ગીતમાં અભિનય કરવા માટે તૈયાર ન થઈ. પછી ગુરૂ દત્તે આ ગીત કુમકુમ પર ફિલ્માવ્યું જે ખૂબ જ હિટ રહ્યું. પછી કુમકુમ ગુરૂ દત્તની ફિલ્મ 'પ્યાસા'માં પણ એક નાનકડી ભૂમિકામાં જોવા મળી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK