જલ્દી જ દેશ પાછા આવશે ઋષિ કપૂર, ન્યૂયૉર્કમાં કરાવી રહ્યા છે ઈલાજ

Published: Jun 08, 2019, 17:34 IST | ન્યૂયૉર્ક

જલ્દી જ દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર પાછા ફરશે. હાલ તેઓ ન્યૂયૉર્કમાં પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે.

જલ્દી જ દેશ પાછા આવશે ઋષિ કપૂર
જલ્દી જ દેશ પાછા આવશે ઋષિ કપૂર

છેલ્લા 8 મહિનાથી વિદેશમાં પોતાનો ઈલાજ કરાવી રહેલા ઋષિ કપૂરના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. આટલા સમયથી તેમના પત્ની નીતૂ કપૂર તેમની સાથે છે. હાલમાં જ તેમણે પોતાની એક પોસ્ટમાં એ વાતનું દુઃખ વ્યક્ત કર્યું હતું કે તેઓ લાંબા સમયથી પોતાના દેશ નહીં આવી શક્યા. અને હવે લાગી રહ્યું છે કે ભગવાને તેમની આ વાત સાંભળી લીધી છે. સમાચારો આવી રહ્યા છે કે જલ્દી જ ઋષિ કપૂર અને નીતૂ કપૂર દેશ પાછા આવશે.

કેન્સરનો કરાવી રહ્યા છે ઈલાજ
છેલ્લા કેટલાક મહિનાઓથી ઋષિ કપૂરના સ્વાસ્થ્યને લઈને અનેક અટકળો ચાલી રહી હતી.  આ દરમિયાન તેમના પરિવારના લોકોએ તેમની બીમારીને લઈને મીડિયા સાથે વાત કરી હતી. જ્યાં શરૂઆતમાં ઋષિ કપૂરની બીમારીની વાત છુપાવી રાખી હતી ત્યારે જ થોડા દિવસો પહેલા ઋષિ કપૂરે પોતાને કેન્સર હોવાની વાત કહી હતી. સાથે જ એ પણ જાણકારી આપી હતી કે તેઓ જલ્દી જ સાજા થઈ જશે.

મળતા અહેવાલો પ્રમાણે, ઋષિ કપૂર પત્ની નીતૂ કપૂર સાથે બે કે ત્રણ મહિના બાદ એટલે કે સપ્ટેમ્બર સુધીમાં ભારત પાછા ફરી શકે છે. અહેવાલો અનુસાર, ઋષિ કપૂરનું સ્વાસ્થ્ય હવે પહેલા કરતા ઘણું સારું છે. જેથી તેઓ સપ્ટેમ્બર સુધીમાં ભારત પાછા ફરી શકે છે.

SRK WITH RISHI

ન્યૂયૉર્કમાં ઈલાજ કરાવી રહેલા ઋષિ કપૂરના હાલચાલ જાણવા માટે અનેક બોલીવુડ સેલેબ્સ પહોંચી ચુક્યા છે. અત્યાર સુધીમાં કરણ જોહર, દીપિકા, આલિયા, વિકી કૌશલ, શાહરૂખ ખાનથી લઈને પ્રિયંકા સહિતના કલાકારો પહોંચી ચુક્યા છે.

આ પણ વાંચોઃ રિશી કપૂરને મ‍ળવા અનિલ અને ટીના અંબાણી અને રાજ કુમાર હિરાણી પહોચ્યા

નીતૂની પોસ્ટથી થઇ શંકા

નવા વર્ષના અવસરે નીતૂ કપૂરની એક પોસ્ટથી આ ચર્ચા શરૂ થઇ ગઇ હતી કે ઋષિ કપૂરને કેન્સર થયો છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "હું પ્રાર્થના કરું છું કે કેન્સર માત્ર એક રાશિ બની રહે." જો કે ત્યાર પછી કપૂર ફેમિલીએ કોઇપણ વાત પર ખુલાસો કર્યો નહોતો કે ઋષિ કપૂર ન્યૂ યોર્કમાં કેન્સરની સારવાર લઇ રહ્યા છે કે નહીં?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK