Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વીના મલિકને હવે ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા

વીના મલિકને હવે ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા

22 October, 2012 05:49 AM IST |

વીના મલિકને હવે ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા

વીના મલિકને હવે ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા




પાકિસ્તાની ઍક્ટ્રેસ વીના મલિક ભારતમાં ‘બિગ બૉસ’માં ભાગ લઈને ચર્ચાસ્પદ બની ગઈ હતી. ત્યાર બાદ અશ્મિત પટેલ સાથેના વિવાદાસ્પદ સંબંધોને કારણે તે સતત ચર્ચામાં રહી છે. હાલમાં વીના બિહારની મુલાકાતે આવી હતી ત્યારે તેણે ત્યાંની સ્થાનિક ભાષામાં બનતી ભોજપુરી ભાષાની ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હકીકતમાં વીના ગઈ કાલે પટનામાં એક રેસ્ટોરાંનું ઉદ્ઘાટન કરવા આવી હતી. આ  પ્રસંગે તેણે કહ્યું હતું, ‘મેં ઑનલાઇન ઢગલાબંધ ભોજપુરી ફિલ્મો જોઈ છે અને એના વિશે વાંચ્યું છે. જો તક મળે તો મને ચોક્કસ ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાનું ગમશે.’

વીનાનો જન્મ ૧૯૮૪માં પાકિસ્તાનના રાવલપિંડીમાં થયો હતો. પટના વિશે વાત કરતાં તેણે કહ્યું હતું, ‘મને પટના અને રાવલપિંડીમાં ભારે સામ્યતા લાગે છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુપ્રસાદ યાદવ મારા દેશમાં બહુ લોકપ્રિય છે અને હાલના મુખ્ય પ્રધાન નીતીશકુમાર પણ રાજ્યના વિકાસ માટે બહુ કામ કરી રહ્યા છે. હું અહીં એક પ્રાઇવેટ કાર્યક્રમ માટે આવી છું એમ છતાં અહીં મને મળવા મોટી સંખ્યામાં ચાહકોને આવેલા જોઈને હું ખુશીની લાગણી અનુભવી રહી છું.’


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2012 05:49 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK