Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વરુણ ધવનની ફિલ્મ 'કૂલી નંબર 1' બનશે પ્લાસ્ટિક ફ્રી

વરુણ ધવનની ફિલ્મ 'કૂલી નંબર 1' બનશે પ્લાસ્ટિક ફ્રી

01 September, 2019 05:55 PM IST | મુંબઈ

વરુણ ધવનની ફિલ્મ 'કૂલી નંબર 1' બનશે પ્લાસ્ટિક ફ્રી

વરુણ ધવનની ફિલ્મ 'કૂલી નંબર 1' બનશે પ્લાસ્ટિક ફ્રી


વરુણ ધવન અને સારા અલી ખાનની અપકમિંગ ફિલ્મ કૂલી નંબર 1 છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ગોવિંદાની આ જ નામની ફિલ્મની આ રિમેક છે, જેને ડેવિડ ધવન જ ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યુ છે. ત્યારે હવે કૂલી નંબર 1ને લઈ એક રસપ્રદ ઘટના સામે આવી છે. ફિલ્મના મેકર્સે પર્યાવરણને બચાવવાના ભાગ રૂપે ફિલ્મને પ્લાસ્ટિક ફ્રી કરી છે. PEIl સાથે મળીને ફિલ્મના મેકર્સે એક નવું જ ઈનિશિયેટિવ લીધું છે.

coolie no 1



આ ઈનિશિયેટિવ પ્રમાણે ફિલ્મના મેકર્સે સેટ પર પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. અને આ માટે સ્ટાર્સ સહિતની કાસ્ટ અને ક્રૂને પ્લાસ્ટિક ફ્રી વોટર બોટલ્સ પણ આપવામાં આવી છે. આ સાથે જ કૂલી નંબર 1 બોલીવુડની પહેલી ફિલ્મ બની છે, જેના સેટ પર પ્લાસ્ટિકનો નહિવત્ ઉપયોગ કરવામાં આવશે.



ફિલ્મની કાસ્ટ અને ક્રૂને આ પ્લાસ્ટિક ફ્રી સિપર્સ મળ્યા બાદ તેમણે ફોટોઝ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે. વરુણ ધવને પોતાની વોટર બોટલ અને તેની સાથેની નોટનો ફોટો ટ્વિટ કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે,'કૂલી નંબર 1ના સેટને પ્લાસ્ટિક ફ્રી કરવા બદલ જેકી ભગવાની અને હની ભગનાની થેન્ક યુ. હું મારા મિત્રો અને સાથીદારોને પણ આમ કરવા અપીલ કરું છું.' ઉલ્લેખનીય છે કે હાલ આખા વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે ફિલ્મના આ ઈનિશેટિવથી સમાજમાં સારો સંદેશ જશે.

આ પણ વાંચોઃ Ram Kapoor:એક સમયે આવા લાગતા હતા આ એક્ટર 

પૂજા એન્ટરટેઈનમેન્ટ પ્રેઝન્ટસ કૂલી નંબર વનને ડેવિડ ધવન ડિરેક્ટ કરી રહ્યા છે. વરુણ ધવન અને સારા અલી ખાન સ્ટારર આ ફિલ્મને વાસુ ભગવાની ,જૅકી ભગવાની અને દીપશિખા દેશમુખ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ પહેલી મે 2020ના રોજ રિલીઝ થવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

01 September, 2019 05:55 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK