આખરે સાત મહિના બાદ 15 ઓક્ટરોબરથી દેશભરમાં થિયેટર ખુલવાના છે. જોકે, હજી પણ એક સવાલ તો છે કે કોરોનાકાળમાં થિયેટરમાં લોકો ફિલ્મ જોવા જશે ખરા? આ સવાલની વચ્ચે એમેઝૉન પ્રાઈમે ઓક્ટોબરથી ડિસેમ્બર એમ ત્રણ મહિનામાં નવ ફિલ્મ થિયેટરને બદલે ડાયરેક્ટ સ્ટ્રીમ કરવાની જાહેરાત કરી છે. વરુણ ધવન (Varun Dhawan) અને સારા અલી ખાન (Sara Ali Khan)ની ફિલ્મ 'કુલી નંબર 1', ભૂમિ પેડણેકર (Bhumi Pednekar)ની 'દુર્ગાવતી' તથા રાજકુમાર રાવ (Rajkumar Rao)ની 'છલાંગ' એમેઝૉન પ્રાઈમ પર સ્ટ્રીમ થશે. આ સિવાય તામિળ, તેલૂગૂ અને મલયાલમ ફિલ્મો પણ સામેલ છે.
1. ફિલ્મ: હલાલ લવ સ્ટોરી (મલયાલમ), 15 ઓક્ટોબર
મલયાલમ કૉમેડી ફિલ્મ 'હલાલ લવ સ્ટોરી'ને ઝકરિયા મહોમ્મદે ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં ઈન્દ્રજિત, જોજુ જ્યોર્જ, શરાફ, ગ્રેસ એન્ટોની તથા શૌબીન સાહિર જેવા કલાકારો છે.
2. ભીમ સેન નલમહારાજા (કન્નડ), 29 ઓક્ટોબર
ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ભીમ સેન નલમહારાજા'ને કાર્તિક સરગુરે ડિરેક્ટર કરી છે. ફિલ્મમાં અરવિંદ ઐય્યર, અરોહી નારાયણ, પ્રિયંકા થિમ્મેશ, અચ્યુત કુમાર તથા આદ્યા લીડ રોલમાં છે.
3. સૂરારઈ પોત્રુ (તમિળ), 30 ઓક્ટોબર
એક્શન-ડ્રામા આ ફિલ્મને સુધા કોંગરાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં સૂર્યાની સાથે અપર્ણા બાલામુરલી, પરેશ રાવલ તથા મોહન બાબુ છે. આ ફિલ્મને સૂર્યાની 2D એન્ટરટેઈનમેન્ટ તથા ગુનીત મોંગાએ કો-પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ એર ડેક્કનના ફાઉન્ડર કેપ્ટન જી આર ગોપીનાથના જીવન પર લખાયેલી બુક 'સિમ્પલી ફ્લાય' પર આધારિત છે.
4. છલાંગ (હિન્દી), 13 નવેમ્બર
'છલાંગ' પ્રેરણાદાયી સોશ્યલ કૉમેડી ફિલ્મ છે. જેમાં રાજકુમાર રાવ, નુસરત ભરુચા છે. ફિલ્મને હંસલ મહેતાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મને ભૂષણ કુમાર, અજય દેવગન, લવ રંજન તથા અંકુર ગર્ગે પ્રોડ્યૂસ કરી છે.
5. મન્ને નંબર 13 (કન્નડ), 19 નવેમ્બર
આ હોરર થ્રિલર ફિલ્મને વિવીએ ડિરેક્ટ કરી છે. ક્રિશ્ના ચૈતન્યે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મમાં વર્ષા બોલ્લામ્મા, ઐશ્વર્યા ગૌઉડા, પરવીન પ્રેમ, ચેતન ગાંધર્વ તથા સંજીવ છે.
6. મિડલ ક્લાસ મેલોડી (તેલુગુ), 20 નવેમ્બર
આ ફિલ્મ આનંદ દેવરાકોંડા તથા વર્ષા બોલ્લામ્મા લીડ રોલમાં છે. ફિલ્મ મિડલ ક્લાસ હ્યુમર પર આધારિત છે. આ ફિલ્મને વિનોદે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં ગામડાંમાં રહેતા મિડલ ક્લાસ યુવકનું સપનું છે કે તેની હોટલ શહેરમાં હોય.
7. દુર્ગાવતી (હિન્દી) 11 ડિસેમ્બર
આ ફિલ્મને અશોકે ડિરેક્ટ કરી છે. થ્રિલર ફિલ્મમાં ભૂમિ પેડણેકર લીડ રોલમાં છે. આ ફિલ્મ અનુષ્કા શેટ્ટીની 'ભાગમતી'ની ઓફિશ્યલ રીમેક છે. ફિલ્મની વાર્તા હોરર તથા સસ્પેન્સથી ભરેલી હતી. ‘ભાગમતી’માં મહિલા આઈએએસ ઓફિસર ચંચળ રેડ્ડી ભૂતિયા ઘરની અંદર બંધક બને છે. ચંચળ રેડ્ડીમાં આત્માનો પ્રવેશ થાય છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ‘દુર્ગાવતી’માં ભૂમિ પેડણેકર ચંચળ ચૌહાણની ભૂમિકા ભજવશે.
8. મારા (તમિળ), 17 ડિસેમ્બર
રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'મારા'ને ધિલીપ કુમારે ડિરેક્ટ કરી છે. ફિલ્મને પ્રતીક ચક્રવર્તી તથા શ્રુતિએ પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મમાં આર માધવન તથા શ્રદ્ધા શ્રીનાથ છે. આ ફિલ્મ મલયાલમ ફિલ્મ 'ચાર્લી'ની ઓફિશ્યલ રીમેક છે.
9. કુલી નંબર 1 (હિન્દી), 25 ડિસેમ્બર
વરુણ ધવન તથા સારા અલી ખાનની આ ફિલ્મને ડેવિડ ધવને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં જાવેદ જાફરી, જ્હોની લીવર, રાજપાલ યાદવ જેવા કલાકારો છે. ફિલ્મ 1995માં આવેલી ડેવિડ ધવનની ફિલ્મ ‘કુલી નંબર 1’ની રીમેક છે. આ ફિલ્મમાં ગોવિંદા તથા કરિશ્મા કપૂર હતાં. વરુણ ધવન તથા સારા અલી ખાનની ફિલ્મને વાસુ ભગવાની અને જેકી ભગનાનીએ પ્રોડ્યૂસ કરી છે.
Radhe Release Date Confirmed: ઈદ પર આવી રહી છે સલમાન ખાનની ફિલ્મ
19th January, 2021 18:37 ISTમૂવી-માફિયા કરતાં પણ વધુ ભયાનક કઈ બાબત લાગે છે કંગના રનોટને?
19th January, 2021 16:45 ISTકંગનાની ધાકડ પહેલી ઑક્ટોબરે થશે થિયેટરમાં રિલીઝ
19th January, 2021 16:43 ISTમૅડમ ચીફ મિનિસ્ટર માટે ભીમ સેનાએ મારવાની ધમકી આપી રિચા ચઢ્ઢાને
19th January, 2021 16:41 IST