હૉલીવુડની ફિલ્મ ૩૦૦ની બેઠ્ઠી નકલ બદલાપુરનો ફર્સ્ટ લુક

Published: 30th November, 2014 05:27 IST

હૉલીવુડની કે અન્ય જે ફિલ્મથી પ્રેરિત બૉલીવુડની ફિલ્મ હોય એ ફિલ્મનો ફર્સ્ટ લુક અથવા પોસ્ટર પૂરેપૂરું ઓરિજિનલ ફિલ્મનાં પોસ્ટર કે ફર્સ્ટ લુક જેવાં જ હોય એવું પહેલી વખત નથી બન્યું.


‘હિરોઇન’, ‘કાઇટ્સ’, ‘ગજની’, ‘હૅપી ન્યુ યર’ જેવી અનેક ફિલ્મો વિશે હૉલીવુડમાંથી સીધેસીધા ઉતારા-નકલની ચર્ચા સાંભળવા મળે છે. ફિલ્મ ‘હિરોઇન’ના કિસ્સામાં બુક-કવરની નકલ જોવા મળી હતી. આ ઉઠઠંતરીમાં એન્ટ્રી વરુણ ધવનની ‘બદલાપુર’ની છે.

થોડા દિવસ પહેલાં વરુણ ધવનની ‘બદલાપુર’ ફિલ્મનો ફર્સ્ટ લુક બહાર પાડવામાં આવ્યો. એમાં વરુણ ધવન એક ડાર્ક રોલ ભજવે છે અને ફર્સ્ટ લુક-પોસ્ટર એ રોલને પૂરેપૂરો ન્યાય આપે છે. એમાં વરુણ ધવન દાંત કાઢીને ઘુરકિયાં કરતો જોવા મળે છે. એ જોતાં જ જાણકારોને વર્ષ ૨૦૦૭માં હૉલીવુડમાં બનેલી ફિલ્મ ‘૩૦૦’ યાદ આવે. એ ફિલ્મના પોસ્ટરમાં દેખાતા જેરાર્ડ બટલરના ચહેરાના હાવભાવ સાથે ‘બદલાપુર’ના પોસ્ટરમાં વરુણ ધવનના હાવભાવ પૂરેપૂરા મળતા આવે છે.

શ્રીરામ રાઘવને ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં વેર વાળવાની કથા છે. આ ફિલ્મ ઘણા વખતથી સમાચારોમાં ચમકે છે. ફિલ્મમાં યામી ગૌતમ, હુમા કુરેશી અને દિવ્યા દત્તાએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK