વ્યસ્તતાને કારણે ડાન્સિંગ ડૅડીમાં નહીં જોવા મળે વરુણ ધવન

Published: 3rd February, 2020 15:01 IST | Mumbai

વરુણ ધવન અનેક ફિલ્મોમાં બિઝી હોવાથી તે રેમો ડિસોઝાની ‘ડાન્સિંગ ડૅડી’માં નહીં જોવા મળે.

વરુણ ધવન
વરુણ ધવન

વરુણ ધવન અનેક ફિલ્મોમાં બિઝી હોવાથી તે રેમો ડિસોઝાની ‘ડાન્સિંગ ડૅડી’માં નહીં જોવા મળે. આ ફિલ્મની સ્ટોરી એક ડાન્સરની ઇમોશનલ જર્ની અને તેની ૧૩ વર્ષની દીકરીએ કઈ રીતે સફળતા મેળવી એને દેખાડશે. પહેલા એવી ચર્ચા હતી કે સલમાન ખાન આ ફિલ્મમાં જોવા મળવાનો છે. જોકે બાદમાં એવુ સાંભળવા મળ્યુ કે વરુણ અને રેમો ફરી એકવાર એક સાથે કામ કરવા માટે તૈયાર છે. આ બન્નેની ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. વરુણ ધવન હાલમાં સારા અલી ખાન સાથે તેનાં ડૅડીની ‘કૂલી નંબર 1’માં બિઝી છે. ત્યાર બાદ તે કરણ જોહરની ‘મિસ્ટર લેલે’નું કામ શરૂ કરશે. આ બન્ને ફિલ્મો બાદ વરુણ પરમવીર ચક્ર વિજેતા અરુણ ખેતરપાલની બાયોપિકમાં જોવા મળશે. આટલી બધી વ્યસ્તતાને કારણે એક વાત તો ચોક્કસ છે કે વરુણ ધવન ‘ડાન્સિંગ ડૅડી’માં હવે જોવા નહીં મળે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK