વરુણ અને નતાશાનાં મે મહીનામાં ડેસ્ટીનેશન વેડિંગ થશે

Published: Feb 10, 2020, 13:59 IST | Mumbai Desk | Mumbai Desk

વરુણ ધવનની ફિલ્મો સ્ટ્રીટ ડાન્સર અને કલંકની નિષ્ફળતા બાદ તે લગ્ન પાછા ઠેલશે તે વાત ખોટી ઠરી, મે મહીનામાં પરણી રહ્યાં છે વરુણ નતાશા

વરુણ ધવન તેની ચાઇલ્ડ હુડ સ્વીટ હાર્ટ નતાશા દલાલ સાથે લગ્ન કરવામાં હજી સમય લેશે એ સમાચારોને અંતે પોરો મળ્યો છે. મે મહીનામાં વરુણ નતાશાનું ડેસ્ટિનેશન વેડિંગ પાક્કું છે અને તેઓ થાઇલેન્ડની લક્સુરિયસ જે ડબલ્યુ મેરિયોટ લેક રિસોર્ટ અને સ્પામાં આ બંન્ને પ્રેમી પંખીડાઓ લગ્ન કરશે. સાંજના આ લગ્ન જે સ્થળે જવાનાં છે એ સ્થળ થાઇલેન્ડનાં પ્રખ્યાત ફુકેત આઇલેન્ડથી કલાકનાં અંતરે છે.

પિપીંગ મુનની વેબસાઇટ પર આ ખબર મુકાઇ હતી. ડિઝાઇનર નતાશા દલાલ અને વરુણ ધવનનાં લગ્નની વાતો ક્યારની ચર્ચામાં હતી પણ તેમનાં લગ્ન પાછા ઠેલાશે તેવું છેલ્લા કેટલાક વખતથી સાંભળવા મળતું હતું. આ સમાચાર અનુસાર વેડિંગ પ્લાનરને કામે લગાડી દેવાયો છે અને વેન્યુ બુક કરવાની ડિપોઝીટ પણ અપાઇ ગઇ છે. વચ્ચે તો એવી વાતો ઉડી હતી કે વરુણની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર નિષ્ફળ જવાથી દુઃખી વરુણ આ વર્ષે લગ્ન નહીં કરે, વળી ગયા વર્ષે વરુણે ધર્મા પ્રોડક્શન્સની કલંકમાં પણ અભિનય કર્યો હતો પણ એ ફિલ્મ અંગેની આશાઓ પણ નિષ્ફળ ગઇ હતી. વરુણે તેની એક્ટિંગની રેન્જ કેટલી બહોળી છે તે સાબિત કરી જ દીધું છે અને તે મિસ્ટર.લેલે, કુલી નંબર 1માં તો અભિનય કરવાનો જ છે પણ શ્રીરામ રાઘવનની ફિલ્મમાં પણ દેખાશે.

 

 
 
 
View this post on Instagram

💙

A post shared by varun Natasha lovers (@varun_natasha_lovers) onFeb 4, 2020 at 3:17pm PST

 

ફિલ્મોની નિષ્ફળતાએ વરુણનાં લગ્નનાં પ્લાનિંગ પર કોઇ અસર નથી કરી અને તે તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે આ વર્ષે મે મહીનામાં પરણી જશે એ ખબરમાં દમ તો ચોક્કસ લાગે છે. વરુણ ધવન વિષે કહેવાય છે કે તેને કોઇ ખોટા સ્ટાર ટેનટ્રમ્સ નથી અને તે ડાઉન ટુ અર્થ છે, આપણી શુભેચ્છાઓ આ ધવન પુત્ર સાથે તેનાં લગ્ન અને ફિલ્મો માટે હંમેશા છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK