Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટૅલન્ટને શોધવા ઑનલાઇન હન્ટ શો એન્ટરટેઇનર નંબર 1ને જજ કરશે વરુણ ધવન

ટૅલન્ટને શોધવા ઑનલાઇન હન્ટ શો એન્ટરટેઇનર નંબર 1ને જજ કરશે વરુણ ધવન

10 April, 2020 04:24 PM IST | Mumbai Desk

ટૅલન્ટને શોધવા ઑનલાઇન હન્ટ શો એન્ટરટેઇનર નંબર 1ને જજ કરશે વરુણ ધવન

ટૅલન્ટને શોધવા ઑનલાઇન હન્ટ શો એન્ટરટેઇનર નંબર 1ને જજ કરશે વરુણ ધવન


આપણા દેશના લોકોમાં છુપાયેલી ટૅલન્ટને શોધવા માટે ઑનલાઇન ટૅલન્ટ શો ‘એન્ટરટેઇનર નંબર 1’ને વરુણ ધવન જજ કરવાનો છે. આ શો માટે ફ્લિપકાર્ટ સાથે વરુણે હાથ મિલાવ્યા છે. ટૂંક સમયમાં આ શો શરૂ થવાનો છે. આ શોમાં ભાગ લેવા માટે ૧૩ વર્ષથી મોટી ઉંમરના લોકોએ પોતાના પર્ફોર્મન્સનો વિડિયો અપલોડ કરવાનો રહેશે. વરુણ અન્ય જજિસની સાથે બેસીને લોકોને જજ કરશે. આ શો વિશે વરુણે કહ્યું હતું કે ‘આ નવા શોના માધ્યમથી અમે દેશની જનતાને મનોરંજન પૂરું પાડીશું જેથી અમે વર્તમાન સમયમાં પૉઝિટિવિટી ફેલાવી શકીએ. દેશના લોકોને બેસ્ટ એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવા માટે હું ખૂબ ઉત્સાહિત છું. આપણા દેશમાં ટૅલન્ટનો ખજાનો છે. મારું માનવું છે કે દરેકને પોતાની એન્ટરટેઇનમેન્ટ સ્કિલ્સ દેખાડવાની તક મળે. આ શો દ્વારા અનોખું મનોરંજન પીરસતાં આશા રાખું છું કે દેશભરમાંથી એક્સાઇટિંગ એન્ટ્રીઝ આવે. આવતા અઠવાડિયાથી શરૂ થનાર આ શોને લઈને હું ખૂબ એક્સાઇટેડ છું.’


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2020 04:24 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK