બાલાના ડિરેક્ટર અમર કૌશિક સાથે કામ કરવું છે વરુણ ધવનને

Published: Nov 08, 2019, 11:07 IST | Mumbai

વરુણ ધવને કહ્યું હતું કે ‘એક ડિરેક્ટર તરીકે મને અમર કૌશિક ખૂબ પસંદ છે. તેમની સાથે મારે ભવિષ્યમાં કામ કરવાની ઇચ્છા છે.

વરૂણ ધવન
વરૂણ ધવન

વરુણ ધવનની ઇચ્છા છે કે તેને હવે ‘બાલા’ના ડિરેક્ટર અમર કૌશિક સાથે કામ કરવું છે. વરુણ હાલમાં જ ‘બાલા’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના, ભૂમિ પેડણેકર અને યામી ગૌતમ અગત્યની ભૂમિકામાં છે. અમર કૌશિક સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં વરુણ ધવને કહ્યું હતું કે ‘એક ડિરેક્ટર તરીકે મને અમર કૌશિક ખૂબ પસંદ છે. તેમની સાથે મારે ભવિષ્યમાં કામ કરવાની ઇચ્છા છે. ‘બાલા’ ખરેખર અલગ ફિલ્મ છે. સાથે જ ફિલ્મના કલાકારો જેવા કે સૌરભ શુકલા, જાવેદ જાફરી, યામી ગૌતમ અને ભૂમિ પેડણેકર ખૂબ જ સારા છે. તો આયુષ્માન અદ્ભુત છે.’

આ પણ જુઓઃ Natasa Stankovic: આટલી ગ્લેમરસ છે ક્રિકેટર હાર્દિક પંડ્યાની કથિત ગર્લફ્રેન્ડ

‘બાલા’ની સ્ટોરી એક એવા પુરુષની છે જેના સમય પહેલાં વાળ ખરી જાય છે. આ ફિલ્મના પ્રોડ્યુસર દિનેશ વિજન છે. સ્ટોરી વિશે વરુણ ધવને કહ્યું હતું કે ‘મને લાગે છે કે અમર કૌશિકના ખરતા વાળને કારણે તેમણે આ ફિલ્મ બનાવી છે. વાળ ખરવાની સમસ્યા સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. એનાથી તો લોકો દૂર નથી જઈ શકતા. ‘બાલા’ની સ્ટોરીની વિશેષતા એ છે કે મેકર્સે આ વિષયને લોકો સમક્ષ લાવીને એ વાતની ખાતરી આપી છે કે લોકો આ સમસ્યાથી શરમ ન અનુભવે. આયુષ્માન ખુરાના હાલમાં અવર્ણનીય કામ કરી રહ્યો છે. તે હમણાં બનારસમાં છે. આશા રાખું છું કે તેની ફિલ્મ સારી ચાલે. એથી ઇન્ડસ્ટ્રી સારા પૈસા રળી શકે. સાથે જ દિનેશ વિજન આ પૈસા મારી ફિલ્મોમાં ઇન્વેસ્ટ કરે.’
વરુણ ધવન અને સારા અલી ખાન ‘કૂલી નંબર 1’માં કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ વિશે પૂછવામાં આવતાં વરુણ ધવને કહ્યું હતું કે ‘હું અહીં મારી ફિલ્મને પ્રમોટ કરવા નથી આવ્યો. હું તો અહીં મારા ફ્રેન્ડની ફિલ્મને જોવા માટે આવ્યો છું. હું લોકોને વિનંતી કરું છું કે તેઓ ‘બાલા’ જોવા જાય.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK