કૂલી નંબર 1ને લઈને ટ્રોલ થયા બાદ વરુણ ધવને કહ્યું...

Published: 4th January, 2021 18:38 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

હા હું કૂલ નથી અને મને કોઈ ફરક નથી પડતો

વરુણ ધવન
વરુણ ધવન

૨૫ ડિસેમ્બરે ઑનલાઇન રિલીઝ થયેલી ‘કૂલી નંબર 1’ને લોકો દ્વારા કરવામાં આવતા ટ્રોલને લઈને વરુણ ધવને જણાવ્યું કે તે કૂલ નથી અને એનાથી તેને કોઈ ફરક નથી પડતો. આ ફિલ્મ 1995માં આવેલી ગોવિંદા અને કરિશ્મા કપૂરની ફિલ્મની રીમેક છે. આ નવી ‘કૂલી નંબર 1’માં વરુણ ધવન, સારા અલી ખાન, જૉની લિવર, રાજપાલ યાદવ અને પરેશ રાવલ લીડ રોલમાં છે. આ ફિલ્મની લોકો ખૂબ નિંદા કરી રહ્યા છે. માસ ફિલ્મો પસંદ છે એવું પૂછવામાં આવતાં વરુણે કહ્યું હતું કે ‘આવી ફિલ્મો કરવી અઘરી હોય છે. આવી ફિલ્મો કરતી વખતે તમારે દૃઢ વિશ્વાસ રાખવાનો હોય છે. હું એને એન્જૉય કરું છું. મારા માટે ફિલ્મો કરવી એટલે દરેકને ખુશ રાખવાના હોય છે. જોકે લોકો તરફથી જે પ્રકારની પ્રતિક્રિયાઓ મળે છે એ પણ મારા માટે અગત્યની હોય છે. હું ડોળ કરી શકું છું અને કૂલ રહેવાનો ઢોંગ પણ કરી શકુ છું, કારણ કે મારી ફિલ્મ ડિજિટલ પ્લૅટફૉર્મ પર છે. પરંતુ હું તો મારા ઑડિયન્સ માટે કામ કરું છું. કોઈ એમ કહી શકે છે કે તું કૂલ નથી. મારું રીઍક્શન રહેશે કે ઠીક છે, હું અનકૂલ છું અને મને એની પરવા પણ નથી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK