કલંક મારા માટે એક ટેસ્ટ છે : વરુણ ધવન

Apr 11, 2019, 09:37 IST

વરુણ ધવનનું કહેવું છે કે ‘કલંક’ તેમના માટે ખૂબ જ મોટી ટેસ્ટ છે. વરુણ ધવનની તમામ ફિલ્મોએ અત્યાર સુધી બૉક્સ-ઑફિસ પર ધમાલ કરી છે.

કલંક મારા માટે એક ટેસ્ટ છે : વરુણ ધવન

વરુણ ધવનનું કહેવું છે કે ‘કલંક’ તેમના માટે ખૂબ જ મોટી ટેસ્ટ છે. વરુણ ધવનની તમામ ફિલ્મોએ અત્યાર સુધી બૉક્સ-ઑફિસ પર ધમાલ કરી છે. તેની ‘ઑક્ટોબર’ મલ્ટિપ્લેક્સના ઑડિયન્સ માટે હોવાથી એનું કલેક્શન ઓછું થયું હતું. જોકે એ ફિલ્મ પણ નિષ્ફળ નહોતી રહી. તેની ‘કલંક’ ૧૭ એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ વિશે વધુ જણાવતાં વરુણે કહ્યું હતું કે ‘કોઈની પણ આશાઓ પર ખરા ઊતરવું ખૂબ જ મુશ્કેલ છે. જો તમે એ આશા પર ખરા ઊતર્યા તો એ આશાને હંમેશાં પહોંચી વળવું પણ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ‘કલંક’ મારા માટે ખૂબ જ મોટી ટેસ્ટ છે. આ ફિલ્મ માટે હું પોતાને રિસ્પૉન્સિબલ માનું છું.

આ પણ વાંચોઃ આયેશા ટાકિયાઃબોલીવુડના આ ગ્લેમરસ અભિનેત્રી પણ છે ગુજરાતી

જો આ ફિલ્મ સફળ રહી તો મને કૉન્ફિડન્સ મળશે કે હું સાચા રસ્તે જઈ રહ્યો છું. હું હંમેશાં અલગ પ્રકારની ફિલ્મો કરવામાં વિશ્વાસ રાખું છું. ‘ઑક્ટોબર’ હોય કે ‘જુડવા ૨’, મારી દરેક ફિલ્મ અલગ રહી છે.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK