વરુણ ઘવને લૉકડાઉન પર બનાવ્યું રૅપ, બી-ટાઉન સ્ટાર્સે કહી આ વાત

Published: Mar 28, 2020, 20:28 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

વીડિયો વરુણ ધવને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શૅર કર્યો છે. તેણે રૅપ ગીતનું સમર્થન કરતો એક વીડિયો બનાવ્યો છે

વરુણ ધવન (ફાઇલ ફોટો)
વરુણ ધવન (ફાઇલ ફોટો)

કાર્તિક આર્યન બાદ હવે વરુણ ધવને લૉકડાઉન-થીમ પર રૅપ કર્યું છે. આમાં લોકોને લૉકડાઉન ગંભીરતાપૂર્વક લેવા અને કોરોનાવાયરસના પ્રસારને અટકાવવા સામાજિક અંતરનો અભ્યાસ કરવાનો આગ્રહ પણ કર્યો છે. આ વીડિયો વરુણ ધવને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શૅર કર્યો છે. તેણે રૅપ ગીતનું સમર્થન કરતો એક વીડિયો બનાવ્યો છે, જેમાં તે રૅપ કલાકાર જેવો બતાવવામાં આવ્યો છે.

આ વીડિયો શૅર કરતાંની સાથે જ, બધાં સેલેબ્સ વરુણ ધવનના વખાણ કરવા લાગ્યા. સિદ્ધાન્ત ચતુર્વેદીએ લખ્યું, "હા હા! ચીર-ફાડ હોમી, બાદશાહે ટિપ્પણી કરી, તેમણે જણાવ્યું કે વરુણ નંબર 1 છે." વરુણ સિવાય વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના અંશ પણ બતાવવામાં આવ્યા છે જેમાં તેમણે કોવિડ-19 વિરુદ્ધ લડવા માટેના ઉપાય તરીકે દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી છે.

 
 
 
View this post on Instagram

Jab mein gym jata tha ab toh mein bas ghar pe hoon 🧼🖕🏼 ❤️🙏

A post shared by Varun Dhawan (@varundvn) onMar 21, 2020 at 4:26am PDT

વીડિયોમાં બ્રિટીશ ટેલિવીઝન શ્રૃંખલાનો એક દ્રશ્ય પણ બતાવવામાં આવ્યો છે. જેમાં શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન અભિનીત ફિલ્મ 'દેવદાસ'નું એક દ્રશ્ય હતું અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે લૉકડાઉન વચ્ચે દેશના ખાલીખમ રસ્તા પણ બતાવવામાં આવ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો વરુણ સારા અલી ખાન સાથે 'કુલી નંબર 1'ની રિમેક માટે તૈયાર છે. ફિલ્મ તેના પિતા ડેવિડ ધવન દ્વારા નિર્દેશિત છે ને 1લીમેના રિલીઝ થવાની છે. તે 'એક્કીસ'માં શ્રીરામ રાઘવન સાથે પણ કામ કરશે.

 
 
 
View this post on Instagram

👀 it’s a wrap @saraalikhan95 Tere nakhre hamesha uthaunga meri sara 💼. Tu ladki hain ek number #coolieno1

A post shared by Varun Dhawan (@varundvn) onFeb 23, 2020 at 7:28am PST

ફિલ્મ અભિનેતા વરુણ ધવનની બોલીવુડની કેટલીય ફિલ્મો બૉક્સ ઑફિસ પર સફળ થઈ ચૂકી છે. તે અનેક ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યો છે. જો કે, તેની એક મોટી ફિલ્મ કલંક ફ્લૉપ રહી હતી. આ ફિલ્મમાં તેના સિવાય આલિયા ભટ્ટ, આદિત્ય રૉય કપૂર, કિયારા અડવાણી, સોનાક્ષી સિન્હા, માધુરી દીક્ષિત, સંજય દત્ત અને કુણાલ ખેમૂની પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ફ્લૉપ ફિલ્મ સાબિત થઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK