વરુણ ધવન ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે આ વર્ષે કરશે લગ્ન ?

Published: May 22, 2019, 17:09 IST | મુંબઈ

વરુણ ધવન અને નતાશા દલાલ બાળપણના ફ્રેન્ડ છે. બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે આ લવીડવી કપલ ડિસેમ્બર 2019માં લગ્ન કરી શકે છે.

વરુણ ધવન અને નતાશા દલાલ
વરુણ ધવન અને નતાશા દલાલ

વરુણ ધવન અને નતાશા દલાલ બાળપણના ફ્રેન્ડ છે. બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે આ લવીડવી કપલ ડિસેમ્બર 2019માં લગ્ન કરી શકે છે. આ રિપોર્ટ પ્રમાણે બંનેના ફેમિલિ સગાસબંધીઓ અને નજીના મિત્રોની હાજરીમાં ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરી રહ્યા છે. એક અંદાજ એવો પણ છે કે વરુણ ધવન અને નતાશા દલાલ ગોવાના બીચ પર લગ્નના બંઘનમાં બંધાઈ શકે છે.

વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન અંગે સૂત્રે પોર્ટલને આપેલી માહિતી પ્રમાણે,'ઘવન ફેમિલી આ વર્ષના અંતે ભવ્ય મેરેજનું પ્લાનિંગ કરી રહ્યું છે. વરુણ અને નતાશાના પરિવારે આ લગ્ન માટે ડિસેમ્બર મહિનો પસંદ કર્યો છે. બંને ડેસ્ટિનેશન વેડિંગ કરે તેવી શક્યતા છે. હાલની સ્થિતિ પ્રમાણે તેઓ ગોવામાં બીચ પર લગ્નનું આયોજન કરી શકે છે.'

 
 
 
View this post on Instagram

Happy diwali 👷‍♂️👩🏻‍⚕️

A post shared by Varun Dhawan (@varundvn) onNov 7, 2018 at 9:51am PST

ઉલ્લેખનીય છે કે ગત વર્ષ સુધી વરુણ ધવને પોતાના આ સંબંધોને ગુપ્ત રાખ્યા હતા. જો કે પાછળથી વરુણ ધવને પોતાના નતાશા સાથેના સંબંધોનો ખુલાસો કર્યો અને નતાશા સાથે ટૂંક સમયમાં લગ્ન કરવાની પણ વાત કરી હતી. કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણની સિઝન 6માં વરુણ ધવને નતાશા દલાલ સાથે લગ્ન કરવાની વાત કરી હતી. વરુણ ધવને કહ્યું હતું,'અમે સાથે છીએ અને હું તેની સાથે લગ્ન કરવાનો છું.'

આ લગ્ન વિશે વધુ માહિતી આપતા સૂત્રોએ કહ્યું,'આ લગ્નમાં બંને પરિવારના અત્યંત નજીકના લોકો અને બોલીવુડના ખાસ મિત્રો જ હાજર રહેશે. જો કે વરુણ ધવન અને નતાશા દલાલ મુંબઈમાં રિસેપ્શનનું ભવ્ય આયોજન કરી શકે છે.'

 

વરુણ ધવન પોતાની કરિયરની શરૂઆતમાં લવ લાઈફ વિશે વાત કરતા અચકાતો હતો. તે નતાશા વિશે વધુ વાત નહોતો કરતો. પરંતુ કરિયર પાટે ચડી ગયા પછી વરુણે નતાશા વિશે ખુલીને વાત કરી છે. વરુણ ધવને દિવાળી પર નતાશા સાથેનો સુંદર ફોટો શૅર કરીને ફેન્સને શુભેચ્છા પાઠવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK