સ્ટ્રીટ ડાન્સર 3ડીના સેટ પર ઘાયલ થયા વરૂણ ધવન, છતાં પણ કરતા રહ્યા ડાન્સ

Published: 18th July, 2019 17:39 IST | મુંબઈ

સ્ટ્રીટ ડાન્સર 3ડીના સેટ પર વરૂણ ધવન ઘાયલ થયા છે. જો કે છતાં પણ તેઓ ડાન્સ કરતા રહ્યા.

ફિલ્મના સેટ પર ઈજાગ્રસ્ત થયા વરૂણ
ફિલ્મના સેટ પર ઈજાગ્રસ્ત થયા વરૂણ

બોલીવુડ એક્ટર વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર હાલ પોતાની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર થ્રીડીનું શૂટિંગ કરી રહ્યા છે. પરંતુ હાલમાં જ ફિલ્મ સાથે જોડાયેલા એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ખબરોનું માનીએ તો શૂટિંગ દરમિયાન વરૂણને ઈજા થઈ છે.

 
 
 
View this post on Instagram

👑 @norafatehi @tashan_unityuk @dharmesh0011 @sushi1983

A post shared by Varun Dhawan (@varundvn) onJun 26, 2019 at 2:56am PDT


એક ન્યૂઝ વેબસાઈટમાં છપાયેલા અહેવાલ અનુસાર, વરૂણ જ્યારે કોરિયોગ્રાફર રેમો ડિસૂજા અને ધર્મેશની સાથે ભાંગડાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને ઘૂંટણમાં ઈજા થઈ ગઈ. પરંતુ ઈજા થવા છતાં વરૂણ રોકાયા નહીં અને ડાન્સ કરવાનું ચાલુ રાખ્યું. તમને જણાવી દઈએ કે વરૂણ જલ્દી જ સ્ટ્રીટ ડાન્સર 3માં નજર આવશે. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂર લીડ રોલમાં નજર આવશે. હાલ તો બંને કલાકારો શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ABCDનો ત્રીજો ભાગ છે. આ પહેલા ABCD અને ABCD 2 આવી ચુક્યું છે અને બંને સારી ચાલી હતી.


ફિલ્મમાં વરૂણ અને શ્રદ્ધાની સાથે પ્રભુદેવા અને નોરા ફતેહી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પહેલા આ ફિલ્મ 8 નવેમ્બર 2019ના દિવસે રિલીઝ થવાની હતી જો કે બાદમાં તેની તારીખ બદલીને 24 જાન્યુઆરી 2020 કરી દેવામાં આવી છે. આ પહેલા વરૂણ કરણ જોહરની ફિલ્મ કલંકમાં નજર આવ્યા હતા, જે પડદા પર ખરાબ રીતે પિટાઈ ગઈ હતી. કલંકના ફ્લોપ થયા બાદ વરૂણ ખૂબ જ અપસેટ પણ હતા. એવામાં આ ફિલ્મને લઈને વરૂણ કોઈ જ કસર નથી છોડવા માંગતા.

આ પણ જુઓઃ લીના જુમાણીઃ તમને ખબર છે 'કુમકુમ ભાગ્ય'ની આ ખૂબસૂરત વૅમ્પ છે ગુજરાતી...

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK