Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રિતિક દિવાકરને કરેલી પ્રૉમિસ પૂરી કરી વરુણ ધવને

રિતિક દિવાકરને કરેલી પ્રૉમિસ પૂરી કરી વરુણ ધવને

16 October, 2020 07:36 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિતિક દિવાકરને કરેલી પ્રૉમિસ પૂરી કરી વરુણ ધવને

રિતિક દિવાકર, વરુણ ધવન

રિતિક દિવાકર, વરુણ ધવન


વરુણ ધવને ડાન્સ રિયલિટી શો ‘સુપર ડાન્સર ચૅપ્ટર 2’ના સ્પર્ધક રિતિક દિવાકરને કરેલી પ્રૉમિસ તેણે પૂરી કરી છે. આ શો દરમ્યાન વરુણને જાણ થઈ હતી કે રિતિકની ઇચ્છા એક ખૂબ જ જાણીતી સ્કૂલમાં અભ્યાસ કરવાની છે, પરંતુ તેના પેરન્ટ્સ તેની આ ઇચ્છા પૂરી નથી કરી શકતા. તેમની પાસે એટલા પૈસા ન હોવાથી વરુણે તેની ફી ભરવાની પ્રૉમિસ કરી હતી. રિતિકનું ઍડ્મિશન કાનપુરની કેડીએમએ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં વરુણે કરાવી આપ્યું હતું. તે હાલમાં આઠમા ધોરણમાં છે. આ વિશે રિતિકે કહ્યું હતું કે ‘આ ખૂબ જ પ્રસિદ્ધ સ્કૂલમાં હું છેલ્લાં બે વર્ષથી અભિયાસ કરી રહ્યો છું. મારા એજ્યુકેશનની ફી ભરવાની પ્રૉમિસ વરુણ ભૈયા પૂરી કરતાં આવ્યા છે. દર વર્ષે તેઓ સ્કૂલના અકાઉન્ટમાં વાર્ષિક ફીને ટ્રાન્સફર કરે છે, જેમાં મારો યુનિફૉર્મ અને બુક્સની ફી પણ આવી જાય છે. મને ખૂબ જ ખુશી છે કે એક ગરીબ ફૅમિલીમાંથી આવ્યો હોવા છતાં હું ખૂબ જ પ્રસિદ્ધ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છું. મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે રિયલિટી શોમાં ભાગ લેવાથી મારું આ સપનું પૂરું થશે. વર્ષમાં વરુણ ભૈયા મને ઘણી વાર ફોન કરે છે અને ખાસ કરીને હોળી અને દિવાળી દરમ્યાન. તેઓ મને વિડિયો કૉલ કરે છે અને મારા એજ્યુકેશનનો પણ ટ્રૅક રેકૉર્ડ રાખે છે. તેઓ ખૂબ જ સારા છે. આશા રાખું છું કે હું જ્યારે મોટો થાઉં ત્યારે તેમના જેવો થાઉં. તેમના દ્વારા મને આ તક મળી છે એથી હું ખૂબ જ મહેનતથી અભ્યાસ કરી રહ્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2020 07:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK