પોતાના બર્થ-ડે નિમિત્તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મજૂરોની મદદ કરી વરુણ ધવને

Published: Apr 26, 2020, 18:07 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

વરુણે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયન સિને એમ્પ્લૉઇઝ (FWICE)ને મદદ પહોંચાડી છે

વરુણ ધવને ગુરુવારે પોતાના ૩૩મા બર્થ-ડે નિમિત્તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રોજનું રળીને ખાતા મજૂરોની મદદ માટે હાથ લંબાવ્યો છે. વરુણે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયન સિને એમ્પ્લૉઇઝ (FWICE)ને મદદ પહોંચાડી છે. આજે દેશમાં લૉકડાઉનને કારણે અનેક ફિલ્મો અને સિરિયલોનું શૂટિંગ બંધ છે. એવામાં મજૂરોની આજીવિકાનો સવાલ નિર્માણ થયો છે. એથી અનેક સેલિબ્રિટીઝે તેમની મદદ કરી છે. વરુણ ધવને આ અગાઉ ૫૫ લાખ રૂપિયા પીએમ-કૅર્સ અને મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફન્ડમાં આપ્યા છે. એથી વરુણનો આભાર વ્યક્ત કરતાં FWICEના પ્રેસિડેન્ટ અશોક પંડિતે ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘મનોરંજન ઇન્ડસ્ટ્રીના ડેઇલી વેજ વર્કર્સ માટે વરુણ ધવને ડોનેટ કરતા FWICE તેમનો આભાર માને છે. લગભગ પાંચ લાખ સિને વર્કર્સે તેમને જન્મ દિવસની શુભકામના આપી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK