Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નમક હલાલની રીમેકની અફવા પર ગુસ્સે થયો વરુણ ધવન

નમક હલાલની રીમેકની અફવા પર ગુસ્સે થયો વરુણ ધવન

22 October, 2020 11:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નમક હલાલની રીમેકની અફવા પર ગુસ્સે થયો વરુણ ધવન

વરુણ ધવન

વરુણ ધવન


‘નમક હલાલ’ની રીમેકની અફવા ફેલાતાં વરુણ ધવને જણાવ્યું કે મારા ડૅડી વિશે કંઈ પણ સ્ટોરી ન બનાવો. તાજેતરમાં જ એવી અફવા ફેલાઈ હતી કે 1982માં આવેલી અમિતાભ બચ્ચનની ‘નમક હલાલ’ની રીમેક ડેવિડ ધવન બનાવશે. જોકે તેઓ તો હાલમાં ‘કૂલી નંબર 1’ની રીમેક બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં વરુણ અને સારા અલી ખાન લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ દરમ્યાન રિલીઝ થવાની છે. વરુણ ધવને હાલમાં જ ઇન્ડસ્ટ્રીમાં ૮ વર્ષ પૂરાં કર્યાં છે. ‘નમક હલાલ’ની રીમેકની અફવા પર પૂર્ણવિરામ લગાવતાં ટ્વિટર પર વરુણે ટ્વીટ કર્યું હતું કે ‘તમે લોકો મારા વિશે ઘણીબધી સ્ટોરીઝ લખો છો, પરંતુ મારા ડૅડી વિશે કંઈ પણ ઘસાતું ન લખો. આ પૂરી રીતે મનઘડંત સ્ટોરી છે. તમને હસાવવા માટે અમે ક્રિસમસમાં આવીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2020 11:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK