વરૂણ ધવન ટુંક સમયમાં નતાશા સાથે કરી શકે છે લગ્ન

Published: Jun 24, 2019, 16:56 IST | Mumbai

ચૉકલેટી બોય વરૂણ ધવન આજ-કાલ પોતાની લેડી લવ નતાશા દલાલને લઈ ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે હાલમાં જ બંને એક રેસ્ટોરેન્ટની બહાર સાથે દેખાયા હતા.

Mumbai : ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચોકલેટી બોય તરીકે જાણીતો વરૂણ ધવન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ ચર્ચા તેના લવ લાઇફને લઇને છે. હા, તમે સાચુ વિચારી રહ્યા છે. બૉલિવુડના ચૉકલેટી બોય વરૂણ ધવન આજ-કાલ પોતાની લેડી લવ નતાશા દલાલને લઈ ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે હાલમાં જ બંને એક રેસ્ટોરેન્ટની બહાર સાથે દેખાયા હતા. જો કે, વરૂણ ધવનની ઇન્સ્ટાગ્રામ ફેન્સ પેજ પર શેર કરેલા અમુક ફોટાઓમાં વરૂણ અને નતાશા એક સાથે જોવા મળ્યા હતા.


વરૂણ ધવનઘણીવાર મીડિયા સામે ઇગ્નોર કરતાં પોતાની કાર તરફ જતાં જોવા મળ્યા હતા. આ દરમિયાન અભિનેતાએ બ્લેક ટ્રેક પેન્ટની સાથે ગ્રીન ટી-શર્ટ પહેર્યું હતું. ટી-શર્ટની પાછળ 'પારડન માઇ ફ્રેન્ચ' સ્લોગન લખ્યું હતું. તો આ તરફ નતાશા સ્કર્ટ અને વાઈટ ટી-શર્ટની સાથે ખુલ્લા વાળમાં જોવા મળી હતી.

આ પણ જુઓ : માયરા દોશીઃસુપરક્યુટ છે આ 'ચાસણી' ગર્લ, ફોટોઝ પણ લાગશે વ્હાલા

વરૂણ ધવન છેલ્લા ઘણા સમયથી નતાશા સાથે રિલેશનમાં છે
વધુમાં તમને જણાવીએ તો વરૂણ છેલ્લા કેટલાય સમયથી નતાશા સાથે રિલેશનમાં છે, પરંતુ પોતાની પર્સનલ લાઇફને લઇ વરૂણ વાત કરવાનું ટાળતા હોય છે. હાલમાં જ તેમણે નતાશા સાથે પોતાના સંબંધ વિશે વાત કરી હતી, ત્યારે હવે બંને ઘણીવાર સાથે પણ જોવા મળે છે.રિપોર્ટ અનુસાર વરુણ-નતાશા જલ્દી જ લગ્ન કરવાના છે. બંનેએ ડેસ્ટિનેશન લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. તો આ બંને આ વર્ષના ડિસેમ્બર સુધીમાં લગ્ન કરે તેવી શક્યતા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK