વરુણ ધવન હાલમાં ડાન્સર્સની વહારે આવ્યો છે. કોરોના વાઇરસને કારણે પરિસ્થિતિ દિવસે-દિવસે ખરાબ થતી જાય છે. જોકે અનલૉકને કારણે કામ ધીમે-ધીમે શરૂ થઈ રહ્યું છે. લૉકડાઉન દરમ્યાન વરુણે પ્રાઇમ મિનિસ્ટર્સ ફન્ડ, ચીફ મિનિસ્ટર્સ ફન્ડ અને ડેઇલી વેજિસ વર્કર્સને નાણાકીય મદદ કરી હતી. જોકે ફિલ્મોનું કામ પૂરજોશમાં શરૂ ન થતાં હવે બૉલીવુડના ડાન્સર્સને પણ તકલીફ પડી રહી છે. વરુણે તેની અગાઉની ફિલ્મમાં જેટલા ડાન્સર્સ સાથે કામ કર્યું હતું એમાંના કેટલાકને તેણે મદદ કરવાનો નિર્ણય લીધો છે. વરુણે જરૂરિયાતમંદ કેટલાક ડાન્સર્સના બૅન્ક-અકાઉન્ટમાં પૈસા પણ ટ્રાન્સફર કરી દીધા છે અને તે દર મહિને મદદ કરશે.
અલીબાગની હોટેલમાં આ જ મહિને પરણશે વરુણ ધવન-નતાશા દલાલ?
13th January, 2021 12:40 ISTનતાશા સાથે જલદી જ લગ્ન કરવાનો છે વરુણ
11th January, 2021 16:27 ISTવરુણ ધવને નતાશા સાથેના બંધન પર તોડ્યુ મૌન, લગ્નને લઈને કર્યો ખુલાસો
10th January, 2021 12:25 ISTકૂલી નંબર 1ને લઈને ટ્રોલ થયા બાદ વરુણ ધવને કહ્યું...
4th January, 2021 18:38 IST