વરૂણ અને નતાશાના લગ્નના વેન્યૂની તસવીર વાઈરલ, 1 દિવસનું છે આટલું ભાડુ

Published: 23rd January, 2021 17:50 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

વરૂણ ધવન (Varun Dhawan)અને નતાશા દલાલ (Natasha Dalal)અલીબાગ (Alibaug)ના મેન્શન હાઉસમાં લગ્ન કરી રહ્યા છે. તાજેતરના સમાચાર અનુસાર આ વિલાનું એક દિવસનું ભાડુ 4 લાખ રૂપિયા છે.

વરૂણ ધવન અને નતાશા દલાલ
વરૂણ ધવન અને નતાશા દલાલ

વરૂણ ધવન (Varun Dhawan)અને નતાશા દલાલ (Natasha Dalal)અલીબાગ (Alibaug)ના મેન્શન હાઉસમાં લગ્ન કરી રહ્યા છે. તાજેતરના સમાચાર અનુસાર આ વિલાનું એક દિવસનું ભાડુ 4 લાખ રૂપિયા છે. વરૂણ ધવન પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે 24 જાન્યુઆરીના રોજ લગ્ન કરી રહ્યા છે. આજે તેમની સંગીત સેરેમની છે. આ અવસર પર પરિવાર અને કેટલાક ખાસ મિત્રો ઉપસ્થિત રહેશે. વરૂણ ધવન અને નતાશા દલાલનો પરિવાર લગ્ન સ્થળે પહોંચી ચૂક્યો છે. બન્નેને તેમના ઘરની બહાર જોવામાં આવ્યા હતા. બન્ને અલીબાગના મેન્શન હાઉસમાં લગ્ન કરવાના છે.

ધ મેન્શન હાઉસ અલીબાગમાં 25 બેડરૂમનો લક્ઝુરિયલ વિલા છે. એક વેબસાઈટ મુજબ ધ મેન્શન હાઉસનું એક દિવસનું ભાડુ સાડા ચાર લાખ રૂપિયા છે. એમાં રહેવાનું અને ખાવાનું પણ ફ્રી છે. વરૂણ અને નતાશાના લગ્ન 3 દિવસ સુધી ચાલશે. આને કારણે આ પ્રોપર્ટીનું તેઓ 12 લાખ રૂપિયા આપશે. જો પ્રૉપર્ટીની વાત કરીએ તો એમાં ખૂબ મોટો સ્વિમિંગ પૂલ અને ગાર્ડન વિસ્તાર પણ છે. એ સિવાય તેની આજુબાજુમાં હરિયાળા પણ છે અને ત્યાં શાંતિનું વાતાવરણ પણ છે.

વરૂણ ધવનના લગ્નમાં બૉલીવુડના અમુક લોકો જ હાજર રહેશે. જેમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરણ જોહર, કેટરિના કૈફ અને સલમાન ખાન સહિતના નામ સામેલ છે. 'હમ તુમ' અને 'ફના' જેવી ફિલ્મોનનું નિર્દેશન કરનારા ફિલ્મ નિર્માતા કૃણાલ કોહલી પોતાની પત્ની અને દીકરી સાથે શુક્રવારે સાંજે અલીબાગના મેન્શન હાઉસ પહોંચ્યા હતા. કૃણાલ વરૂણ ધવનના પિતરાઈ ભાઈ છે અને લગ્નના તમામ ઉત્સવોમાં સામેલ રહેશે. ત્રણેયને ઘરની બહાર જોવામાં આવ્યા હતા. તેણે પોતાનો સામાન ઉતાર્યો હતો અને આયોજન સ્થળની બહાર રાહ જોતા પાપારાઝી માટે પણ પોઝ આપ્યો હતો.

વરૂણ ધવન અને નતાશા દલાલ બાળપણથી એકબીજાને ઓળખે છે. બન્નેનો ઘણા વર્ષોથી અફેર છે. બન્નેના પરિવારજનો પણ એકબીજાને લાંબા સમયથી ઓળખે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK