Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વેલેન્ટાઇન્સ ડે બ્રેકઅપ ટ્રેન્ડ: પ્રેમિકા ક્યારેક દેવદાસ, ક્યારેક બાગી

વેલેન્ટાઇન્સ ડે બ્રેકઅપ ટ્રેન્ડ: પ્રેમિકા ક્યારેક દેવદાસ, ક્યારેક બાગી

14 February, 2019 06:45 PM IST |

વેલેન્ટાઇન્સ ડે બ્રેકઅપ ટ્રેન્ડ: પ્રેમિકા ક્યારેક દેવદાસ, ક્યારેક બાગી

વેલેન્ટાઇન્સ ડે બ્રેકઅપ ટ્રેન્ડ

વેલેન્ટાઇન્સ ડે બ્રેકઅપ ટ્રેન્ડ


હિન્દી ફિલ્મોમાં જેટલી પણ રસપ્રદ સ્ટોરી પડદા પર જોવા મળી છે તેનાથી ઘણી વધુ રસપ્રદ પ્રેમકહાણીઓ પડદા પાછળ પણ થઈ છે. કેટલીક પ્રેમકહાણીઓ પૂરી થઈ તો કેટલીક રહી ગઈ અધુરી. એવામાં કેટલીક પ્રેમિકાઓએ તેના પ્રેમીઓથી છૂટા પડીને બાકીની ઉંમર તેની યાદમાં વીતાવવાનું નક્કી કર્યું તો હવે તે જ પ્રેમિકાઓ પોતાના બ્રેકઅપનું સેલિબ્રેશન કરતી જોવા મળી છે.

હકીકતે, આ પ્રેમિકાઓ ક્યારેક પ્રેમમાં બની દેવદાસ તો ક્યારેક બાગી તો ક્યારેક બેપરવાહ અને આ બધાં વચ્ચે હિન્દી ફિલ્મોમાં ગીત-સંગીત પણ આ સ્થિતિને ઘડવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે, જ્યારે હિર સેડ પણ હેપ્પી અંદાજમાં થાય છે તો બીજી બાજુ બ્રેકઅપ પછી તે તેનો ઉત્સવ પણ ઉજવે છે. ફેઝ અહમદ ફેઝના શબ્દ છે કે "દુનિયામેં ઔર ભી ગમ હે મહોબ્બત કે સિવા". આવા શબ્દોને હવે પ્રેમિકાઓ બ્રેકઅપને એક જુદાં જ અદાજમાં ડિલ કરવા લાગી છે. એવામાં વેલેન્ટાઈન ડેના દિવસે કંઈક એવા જ બ્રેકએપના બદલાતા ટ્રે્ન્ડ પર એક નજર નાંખીએ....



આ પણ વાંચો : કાર્તિક આર્યનની નથી કોઈ વેલેન્ટાઈન, સારા અલી ખાનને Hug કરવા માગે છે


એક સમય હતો જ્યારે હીર-રાંઝાની સ્ટોરી સાંભળતા જ તેમની દર્દ ભરેલી દાસ્તાન સામે આવી જતી હતી. પણ બદલાતા સમયમાં જ્યારે નાયિકા પ્રેમીના પ્રેમમાં ઘેલી તો છે, પણ તેવો દેખાવ તેને કરવા માગતી નથી. એવામાં ઈમ્તિયાઝ અલીએ પોતાની ફિલ્મ તમાશામાં આ બાબતને ખૂબ જ જુદો રૂપ આપીને એક નવો જ પ્રયોગ કર્યો છે. ઈરશાદ કામિલે લખેલ આ ગીતની "હિર તો બડી સેડ હૈ"માં તમે જોઈ શકો છો કે દીપિકા જેણે ફિલ્મમાં નાયિકાનો રોલ ભજવ્યો છે. તે રણબીર જે ફિલ્મમાં અભિનેતા છે તેનાથી દૂર થવાનું દુઃખ છે, પણ છતાં તે આ બાબતને જગજાહેર નથી કરતી અને દુઃખી થવા છતાં પણ તે હેપ્પી સોંગના રૂપમાં ગાય છે. બ્રેકએપના બદલાતા સમયમાં આ ગીત તે તમામ પ્રેમિકાઓની વિચારસરણી પણ દર્શાવે છે કે હવે તે પ્રેમની બાબતે પોતાનું સર્વેસર્વા બરબાદ કરવા નથી માંગતી. નહિ તો યાદ કરો બંદિનીનું તે દ્રશ્ય, જેમાં પ્રેમિકા પોતાના પ્રેમીથી દગો પામ્યા બાદ પણ પોતાનું સંપૂર્ણ જીવન તેની યાદમાં પસાર કરવા તૈયાર છે.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 06:45 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK