વાણી કપૂરે મહિલા કેન્દ્રિત અને તેમની લાઇફને સેલિબ્રેટ કરતી હોય એવી ફિલ્મોમાં કામ કરવું છે. તે હાલમાં અક્ષયકુમાર સાથે ‘બેલ બૉટમ’, રણબીર કપૂર સાથે ‘શમશેરા’ અને આયુષ્માન ખુરાના સાથે ‘ચંડીગઢ કરે આશિકી’માં કામ કરી રહી છે. આ તમામ ફિલ્મો હીરો ઓરિએન્ટેડ છે. જોકે હવે તેને મહિલાપ્રધાન ફિલ્મમાં કામ કરવું છે. આ વિશે વાત કરતાં વાણીએ કહ્યું હતું કે ‘એક મહિલા તરીકે મારે મહિલા, તેમની લાઇફ અને તેમના નિર્ણયને સેલિબ્રેટ કરતી ફિલ્મોમાં કામ કરવું છે. હું નસીબદાર છું કે મને મારી નાનકડી કરીઅરમાં ‘શુદ્ધ દેશી રોમૅન્સ’, ‘બેફિકરે’ અને ‘વૉર’માં મહત્ત્વનાં પાત્ર મળ્યાં હતાં. આ ફિલ્મોમાં દેખાડવામાં આવ્યું છે કે મહિલાઓ કેવી ઉત્સાહથી ભરપૂર, મહત્ત્વાંકાક્ષી અને સ્ટ્રૉન્ગ હોય છે. હું હંમેશાંથી મહિલાઓને સેલિબ્રેટ કરતી ફિલ્મમાં કામ કરવા માગતી હતી. આપણે નસીબદાર છીએ કે આજની જનરેશન ફૉર્વર્ડ છે અને તેઓ એવી ફિલ્મો જોવાનું પસંદ કરે છે જેમાં મહિલાઓને ફૂલદાનીની જેમ ટ્રીટ કરવામાં ન આવી હોય.’
કંગના રણોત કેસમાં ક્રાઇમ બ્રાન્ચ સામે કાલે નિવેદન નોંધાવશે હ્રિતિક રોશન
26th February, 2021 15:47 ISTAmeesha Patel પર લાગ્યો અઢી કરોડની છેતરપિંડીનો આરોપ, કોર્ટે માંગ્યો જવાબ
26th February, 2021 15:41 ISTDeepika padukone સાથે ભીડમાં એક વ્ચક્તિએ કર્યું આવું કામ, એક્ટ્રેસ થઈ હેરાન
26th February, 2021 15:13 ISTધોઝ પ્રાઇસી ઠાકુર ગર્લ્સમાં ગૌહર ખાન
26th February, 2021 14:21 IST