Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એક જ વર્ષમાં પહેલી વાર મારી ત્રણ ફિલ્મો રિલીઝ થઈ રહી છે: વાણી કપૂર

એક જ વર્ષમાં પહેલી વાર મારી ત્રણ ફિલ્મો રિલીઝ થઈ રહી છે: વાણી કપૂર

05 January, 2021 05:44 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક જ વર્ષમાં પહેલી વાર મારી ત્રણ ફિલ્મો રિલીઝ થઈ રહી છે: વાણી કપૂર

વાણી કપૂર

વાણી કપૂર


વાણી કપૂરનું કહેવું છે કે તેની કરીઅરમાં પહેલી વાર એવું બનવા જઈ રહ્યું છે કે તેની એક જ વર્ષમાં ત્રણ ફિલ્મો રિલીઝ થઈ રહી છે. આ વર્ષે તેની અક્ષયકુમાર સાથે ‘બેલબૉટમ’, રણબીર કપૂર સાથે ‘બેશરમ’ અને આયુષ્માન ખુરાના સાથે ‘ચંડીગઢ કરે આશિકી’ રિલીઝ થઈ રહી છે. આ વિશે વાત કરતાં વાણીએ કહ્યું હતું કે ‘હું 2021ની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહી હતી. આ વર્ષે મારી ત્રણ ફિલ્મ રિલીઝ થઈ રહી છે જેવું આ પહેલાં ક્યારેય નહોતું થયું. મારી ત્રણે ફિલ્મ ‘બેલબૉટમ’, ‘બેશરમ’ અને ‘ચંડીગઢ કરે આશિકી’માં દર્શકો મને અલગ રૂપમાં જોશે. હું હંમેશાં એક એવી પર્ફોર્મર બનવા માગતી હતી જે રિસ્ક લેવામાં ડરે નહીં અને પોતાને સતત ચૅલેન્જ આપતી રહે. આ ત્રણ ફિલ્મોથી મને એ કરવા મળ્યું છે. અક્ષય સર, રણબીર અને આયુષ્માનની સાથે કામ કરવાની સાથે અદ્ભુત ડિરેક્ટર્સ સાથે કામ કરીને પણ મને ઘણું શીખવા મળ્યું છે. હું એનાથી ખૂબ જ ખુશ છું.’


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2021 05:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK