થ્રિલર ફિલ્મ 'બેલબૉટમ'માં અક્ષય કુમાર સાથે દેખાશે વાણી કપૂર, અભિનેત્રીએ શૅર કર્યો અનુભવ

Updated: Jul 02, 2020, 12:50 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

વાણી અને અક્ષયની એક તસવીર પણ ફિલ્મ નિર્માતાઓએ બુધવારે શૅર કરી હતી જેમાં વાણી બિન્દાસ અક્ષય કુમારના ખભે હાથ રાખેલી જોવા મળે છે.

વાણી કપૂર સાથે અક્ષય કુમાર
વાણી કપૂર સાથે અક્ષય કુમાર

હિન્દી સિનેમાના હેન્ડસમ હન્ક હ્રિતિક રોશન સાથે વૉર ફિલ્મમાં પોતાના કામથી લોકોને ખુશ કરી ચૂકેલી અભિનેત્રી વાણી કપૂર પોતાની આગામી ફિલ્મમાં ખેલાડી અક્ષય કુમાર સાથે દેખાશે. વાણી અને અક્ષયની એક તસવીર પણ ફિલ્મ નિર્માતાઓએ બુધવારે શૅર કરી હતી જેમાં વાણી બિન્દાસ અક્ષય કુમારના ખભે હાથ રાખેલી જોવા મળે છે. જો કે, કામ પર જવા માટે અક્ષયે તાજેતરમાં જ બે ફૂટના અંદરવાળી જાહેરાત પણ શૂટ કરી હતી.

રંજીત તિવારી નિર્દેશિત ફિલ્મ બેલબૉટમ 80ના દાયકાની રસપ્રદ સ્ટોરી છે જેમાં અક્ષય અને વાણીના પાત્રને કેટલીક સત્ય ઘટનાઓને આધારે આગળ વધારવામાં આવતા બતાવવામાં આવશે. અક્ષય કુમાર એવી જ એક ફિલ્મ એક્શન રિપ્લેમાં ઐશ્વર્યા રાય સાથે પહેલા પણ કામ કરી ચૂક્યા છે. ફિલ્મમાં અક્ષય દેશના એક ગુમનામ નાયકની સ્ટોરી કહેતા જોવા મળશે. આ સ્ટોરી અસીમ અરોરા અને પરવેઝ શેખે લખી છે.

લૉકડાઉન પછીના આ પહેલી મોટી જાહેરાત વિશે વાણી કપૂર કહે છે કે, "અક્ષય સાથે સ્ક્રીન શૅર કરવામાં મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. હું ફિલ્મની પ્રૉડક્શન કંપની સાથે જોડાઇને પણ એકદમ ઘર જેવું અનુભવ કરું છું." ફિલ્મના નિર્દેશક રંજીત પ્રમાણે વાણી ફિલ્મમાં જે પાત્ર ભજવવા જઈ રહી છે તે ખૂબ જ ખુરાફાતી પ્રકારનું પાત્ર છે. ફિલ્મ બેલબૉટમની શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ થવાની છે. અને આની રિલીઝ આવતા વર્ષે 2 એપ્રિલના નક્કી કરવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK