રણબીર કપૂર સાથે ‘શમશેરા’માં કામ કરી રહેલી વાણી કપૂરનું કહેવું છે કે...

Published: Mar 12, 2020, 14:40 IST | Mumbai Desk

૨૦૧૯નું વર્ષ તેના માટે ખૂબ જ સારું રહ્યું..

વાણી કપૂર
વાણી કપૂર

વાણી કપૂરનું કહેવું છે કે ૨૦૧૯નું વર્ષ તેના માટે ખૂબ જ સારું રહ્યું છે. ૨૦૧૯માં વાણીએ હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની ‘વૉર’માં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ૨૦૧૯ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની આ એક છે જેમાં વાણીએ હૃતિક સાથે ‘ઘૂંઘરૂ’ ગીત પર ડાન્સ પણ કર્યો હતો. જોકે વાણી હાલમાં રણબીર કપૂર સાથે ડિરેક્ટર કરણ મલ્હોત્રાની ‘શમશેરા’ની તૈયારીમાં વ્યસ્ત છે. આ વિશે વધુ જણાવતાં વાણીએ કહ્યું હતું કે ‘મારા માટે ૨૦૧૯નું વર્ષ ખૂબ જ સારું રહ્યું છે, કારણ કે ભારતીય સિનેમામાં ‘વૉર’નો સમાવેશ સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મમાં થયો છે. ભારતને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવાની સાથે ઘણા રેકૉર્ડ બ્રેક કરવા બદલ ‘વૉર’નો પાર્ટ હોવાની મને ખુશી છે. મારો નાનો પણ મહત્વનો પાર્ટ હોવા છતાં આ ફિલ્મમાં ચમકવાનો મને ચાન્સ મળ્યો હતો. લોકોએ મારા પાત્રને પસંદ કર્યું અને મારા કામનાં વખાણ કર્યાં એ બદલ હું તેમની આભારી છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK