Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉન બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે ઉત્સૂક છે વાણી કપૂર

લૉકડાઉન બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે ઉત્સૂક છે વાણી કપૂર

15 July, 2020 08:41 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

લૉકડાઉન બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે ઉત્સૂક છે વાણી કપૂર

લૉકડાઉન બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે ઉત્સૂક છે વાણી કપૂર


કોરોના વાઇરસને કારણે લગાવવામાં આવેલા લૉકડાઉન બાદ વાણી કપૂર પહેલી હિરોઇન છે જે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે. તે હવે અક્ષયકુમારની ‘બેલ બૉટમ’માં જોવા મળશે. અક્ષયકુમારે જલદી જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી. આ ફિલ્મને વાણીએ લૉકડાઉનમાં જ સાઇન કરી હતી. આ ફિલ્મનું શૂટિંગ સ્કૉટલૅન્ડમાં શરૂ કરવામાં આવવાનું છે. ઘણી ફિલ્મોના પ્રોડ્યુસર દ્વારા શૂટિંગ શરૂ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે અક્ષય અને વાણીની ફિલ્મ શૂટિંગ માટે તૈયાર છે. આ વિશે વાણીએ કહ્યું હતું કે ‘સાચું કહું તો લાંબા બ્રેક બાદ કામ ફરી શરૂ થવાથી હું ખૂબ જ ખુશ છું. દરેક વ્યક્તિએ હવે વધુ કાળજી રાખવી પડશે અને સાવચેતીના તમામ નિયમોને ફૉલો કરવા પડશે. જોકે આ નવી મુસાફરી શરૂ કરવા માટે હું એક્સાઇટેડ છું.’

વાણીએ લૉકડાઉન પહેલાં જ રણબીર કપૂર સાથેની ‘શમશેરા’નું શૂટિંગ પૂરું કર્યું હતું. અક્ષયકુમાર સાથે કામ કરવા વિશે વાણીએ કહ્યું હતું કે ‘મારા માટે આ ખૂબ જ ઉત્તમ તક છે. અક્ષય સરનો હું ખૂબ જ રિસ્પેક્ટ કરું છું. આ સુપર એક્સાઇટિંગ છે અને હું એક્સ્પીરિયન્સ માટે હું ખૂબ જ આતુર છું.’


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2020 08:41 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK