Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > યૂઝરે દીવાળી પર સોનુ સૂદ પાસે માગ્યા ફટાકડા, અભિનેતાએ આપ્યો આ જવાબ

યૂઝરે દીવાળી પર સોનુ સૂદ પાસે માગ્યા ફટાકડા, અભિનેતાએ આપ્યો આ જવાબ

01 November, 2020 05:49 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

યૂઝરે દીવાળી પર સોનુ સૂદ પાસે માગ્યા ફટાકડા, અભિનેતાએ આપ્યો આ જવાબ

સોનુ સૂદ (ફાઇલ ફોટો)

સોનુ સૂદ (ફાઇલ ફોટો)


બોલીવુડ અભિનેતા સોનુ સૂદ (Bollywood Actor Sonu Sood) સોશિયલ મીડિયા (Social Media) દ્વારા લોકોની મદદ અને પોતાના સામાજિક સંદેશાઓ લઇને હંમેશાં ચર્ચાઓમાં રહે છે. એવી જ એક ઘટનામાં જ્યારે યૂઝરે ટ્વીટ કરીને તેની પાસેથી ફટાકડા માગ્યા તો સોનુ સૂદે અનોખા અંદાજમાં જવાબ આપ્યો છે. તેમણે આ વખતે દીવાળી પર ફટાકડા ફોડવાને બદલે કોઇકના પરિવારની મદદ કરવાની સલાહ આપી છે.

સોનુ સૂદે ટ્વીટ કરીને કહ્યું છે કે, આ વખતે દીવાળી પર ફટાકડા નહીં કોઇકના ઘરનો ચૂલો પ્રગટાવવો જોઇએ. જો કે, ટ્વિટર યૂઝરે મિશ્રિત પ્રતિક્રિયા આપી. કેટલાક એક્ટરની આ મોહિમને પ્રોત્સાહન આપ્યું છે અને ટ્વિટર પર તેની મદદ માગનારાની લાઇન પણ લાગી છે, જો કે, કેટલાક લોકોએ મુસ્લિમ તહેવારોની વાત કરતા આને ધાર્મિક રંગ આપવાનો પ્રયત્ન પણ કર્યો છે. સોનુ સૂદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દેશમાં ક્યાંયથી પણ મદદની માગ આવે છે તો તે તરત પ્રતિક્રિયા આપે છે.



સોનુ સૂદે લૉકડાઉન દરમિયાન હજારો પ્રવાસી મજૂરોને મદદ કરવા માટે વખાણ કર્યા હતા. તેણે હજારો પ્રવાસીઓને તેમના ઘરે પહોંચાડવા અને ઘર ચલાવવામાં મદદ કરી હતી. તેમણે શુક્રવારે ઝારખંડના એક નક્સલપ્રભાવિત ગામમાં 35 છોકરીઓે માટે સાઇકલની વ્યવસ્થા કરી હતી. ટ્વિટર પર સંતોષ ચૌહાણ નામના યૂઝરે લખ્યું હતું કે, છોકરીઓને 8થી 15 કિલોમીટર જંગલના રસ્તે જવાનું હોય છે. ફક્ત કેટલીક છોકરીઓ પાસે સાઇકલ છે. નક્સલ પ્રભાવિત ક્ષેત્ર હોવાથી ડરને કારણે તેમના પરિવારના લોકો તેમને આગળ ભણવા નથી આપતા.



સોનુ સૂદે બિહાર ચૂંટણી દરમિયાન જનતાની અપીલ કરી હતી. તેમણે લખ્યું હતું કે જે દિવસે અમારા બિહારી ભાઇઓને ઘર છોડીને બીજા રાજ્યમાં નહીં જવું પડે. જે દિવસે બીજા રાજ્યના લોકોને બિહારમાં કામ શોધવા ન આવવું પડે તે દિવસે આ દેશની જીત થશે. વોટ માટે બટન આંગળીથી નહીં, મગજથી લગાવજો.

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2020 05:49 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK