ઊર્મિલા માતોન્ડકરે કાલે કાશ્મીરી બિઝનેસમૅન સાથે લગ્ન કરી લીધા

Published: 4th March, 2016 03:12 IST

ઊર્મિલા માતોન્ડકરે ગઈ કાલે મીડિયા સ્ટેટમેન્ટ દ્વારા તેનાં કાશ્મીરી મૉડલ-બિઝનેસમૅન સાથેનાં સીક્રેટ લગ્નની જાહેરાત કરી હતી.

તેણે પરિવારના સભ્યોની હાજરીમાં મોહસિન અખ્તર મીર સાથે લગ્ન કર્યા હતાં. એ વિશે વધુ જણાવતાં સૂત્ર કહે છે, ‘આ લગ્ન ખૂબ પ્રાઇવેટ અને સિમ્પલ રાખવામાં આવ્યાં હતાં. ઊર્મિલાનાં લગ્નમાં બૉલીવુડ સાથે સંકળાયેલી ફક્ત એક જ વ્યક્તિ હાજર હતી, તેનો ખાસ મિત્ર ડિઝાઇનર મનીષ મલ્હોત્રા.’

ઊર્મિલાએ તેના પતિ અને લગ્ન વિશે વધુ માહિતી ન આપતાં કહ્યું હતું કે ‘અમારાં લગ્નના સેલિબ્રેશનમાં ફક્ત પરિવાર અને મિત્રો જ ઉપસ્થિત હતા. અમારા બન્નેના પરિવાર આ લગ્ન ધામધૂમથી ન કરવા માગતા હોવાથી અમે બન્નેએ લગ્નને પ્રાઇવેટ રાખવાનું નક્કી કર્યું હતું. અમારી આ નવી સફરમાં તમારા આર્શીવાદ અને દુવાની આશા રાખીએ છીએ.’

ઊર્મિલા છેલ્લે ૨૦૦૮માં હિમેશ રેશમિયા સાથે ‘કર્ઝ’ (૧૯૮૦ની ‘કર્ઝ’ની રીમેક)માં જોવા મળી હતી. તેણે ઍનિમેશન ફિલ્મ ‘દિલ્હી સફારી’માં તેનો અવાજ આપ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK