આ બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા ઉરીના એક્ટર, ડિસ્ચાર્જ મળે જે પહેલા જ થયું મોત

નવી દિલ્હી | Apr 09, 2019, 18:33 IST

ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક ફિલ્મમાં ભૂમિકા ભજવી ચુકેલા એક્ટરનું નિધન થઈ ગયું છે. અહેવાલો પ્રમાણે અભિનેતા રીકવરી કરી રહ્યા હતા પરંતુ અચાનક તેમનું નિધન થઈ ગયું.

આ બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા ઉરીના એક્ટર, ડિસ્ચાર્જ મળે જે પહેલા જ થયું મોત
ઉરીના એક્ટરનું નિધન

સર્જિકલ સ્ટ્રાઈક પર બનેલી ફિલ્મ ઉરીમાં કામ કરી ચુકેલા અભિનેતા નવતેજ હુંડલનું નિધન થયું છે. હુંડલના અચાનક નિધનથી ફિલ્મની આખી ટીમ શોકમાં છે. સિંટાએ તેમને આધિકારી ટ્વિટર હેંડલ પર તેમની અવસાનની જાણકારી આપતા કહ્યું કે, ' અમે શ્રી નવતેજ હુંડલના નિધન પર શોક વ્યક્ત કરીએ છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપી.' તેમના નિધનથી આખી ઈંડસ્ટ્રી શોકમાં છે અને હવે તેમના ડેથનું ખરું કારણ સામે આવ્યું છે.

આ કારણે થયું મોત
સ્પૉટબૉટ ડૉટ કૉમના અનુસાર નવતેજના પરિવારે તેમના મોતના કારણનો ખુલાસો કર્યો છે. નવતેજ હુંડલ છેલ્લા એક અઠવાડિયાથી હૉસ્પિટલમાં દાખલ હતા. હૉસ્પિટલમાં તેમને હેપેટાઈટિસની ઈલાજ ચાલી રહ્યો હતો. તેઓ રિકવર પણ કરી રહ્યા હતા અને સાત એપ્રિલે તેઓ ડિસ્ચાર્જ થવાના હતા પરંતુ તે પહેલા જ તેમનું અવસાન થઈ ગયું.

આ પણ વાંચોઃ સર્જિકલ સ્ટ્રાઇક 2 પછી ટોરેન્ટ પર 'ઉરી' ફિલ્મના ડાઉનલોડમાં થયો વધારો

મોહિત રૈનાએ આપી શ્રદ્ધાંજલિ
ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં કામ કરી ચુકેલા એક્ટર મોહિત રૈનાએ પણ નવતેજન શ્રદ્ધાંજલિ આપી છે. મોહિતે કહ્યું કે, ' આ ખુબ જ દુઃખદ સમાચાર છે. મારી શૂટિંગ દરમિયાન તેમની સાથે ખાસ વાત નહોતી થઈ. પરંતુ તેમના પરિવાર માટે આ ક્યારેય ન ભરાઈ એવો ઘા છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તેમના પરિવારને આ સમયે તાકાત આપે.'

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK