ઉરીનું પહેલું 'છલ્લા' આજે થશે રિલીઝ, દેશભક્તિની ભાવના જગાડશે

Updated: 26th December, 2018 20:35 IST

ફિલ્મના પેટ્રિઓટિક સોંગમાં વિક્કી કૌશલ પોતાના જવાન સાથીઓને સર્જિકલ સ્ટ્રાઈકની ટ્રેનિંગ આપતા દેખાશે. ગીતના કેટલાક સીનમાં મોહિત રૈના, યામી ગૌતમ, અને કિર્તી કુલ્હારી પણ દેખાશે.

ગીતના એક દ્રશ્યમાં વિક્કી કૌશલ
ગીતના એક દ્રશ્યમાં વિક્કી કૌશલ

દમદાર ટ્રેલર અને ડાયલોગ પ્રોમો બાદ હવે 'ઉરી'નું ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે. 'ઉરી'નું પહેલું ગીત છલ્લા આજે રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ઉરીમાં સર્જિકલ સ્ટ્રાઈકના બેકગ્રાઉન્ડ પર આધારિત છે. દેશભક્તિની આગ દર્શાવતી આ ફિલ્મનું પહેલું ગીત છલ્લા પણ પેટ્રિઓટિક સોંગ છે. આ દમદાર ગીતના સોંગ કુમારે લખ્યા છે. તો રોમી, વિવેક હરિહર અને શાસ્વત સચદેવે ગીત ગાયું છે.


ફિલ્મના પેટ્રિઓટિક સોંગમાં વિક્કી કૌશલ પોતાના જવાન સાથીઓને સર્જિકલ સ્ટ્રાઈકની ટ્રેનિંગ આપતા દેખાશે. ગીતના કેટલાક સીનમાં મોહિત રૈના, યામી ગૌતમ, અને કિર્તી કુલ્હારી પણ દેખાશે.

ફિલ્મના આ ગીતને વિક્કી કૌશલ પર જ ફિલ્માવાયું છે. પોતાના જવાનોને ટ્રેનિંગ આપવા દરમિયાન વિક્કી કૌશલ એક દમદાર ભાષણ આપતા પણ દેખાશે. આ ગીતમાં વિક્કી કૌશલ કંઈક આવું કહેશે 'ભારતીય સેન્યએ આ યુદ્ધ શરૂ નહોતું કર્યું, પરંતુ આપણે તેનો અંત જરૂર લાવીશું.'

RSVP મૂવીઝ દ્વારા પ્રોડ્યુસ કરાયેલી આ ફિલ્મ આદિત્ય ધરે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં વિક્કી કૌશલ, યામી ગૌતમ અને પરેશ રાવલ મહત્વની ભૂમિકામાં દખાશે. ઉરી 11 જાન્યુઆરી 2019ના રોજ રિલીઝ થશે.

First Published: 24th December, 2018 20:10 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK