રહસ્ય અને રોમાંચનો ડોઝ આપવા માટે આવી રહી છે ફિલ્મ 'ચીલઝડપ'

Updated: Aug 22, 2019, 15:00 IST | અમદાવાદ

નિર્દેશક ધર્મેશ મહેતાની આગામી ફિલ્મ ચીલઝડપ રીલિઝ થવા માટે તૈયાર છે. ફિલ્મમાં રહસ્ય અને રોમાંચ ભરપૂર જોવા મળશે.

રહસ્ય અને રોમાંચનો ડોઝ આપવા માટે આવી રહી છે ફિલ્મ 'ચીલઝડપ'
રહસ્ય અને રોમાંચનો ડોઝ આપવા માટે આવી રહી છે ફિલ્મ 'ચીલઝડપ'

જીમિત ત્રિવેદી, સુશાંત સિંહ રાજપૂત, દર્શન જરીવાલા અને સોનિયા શાહ, આ તમામ જાણીતા ચહેરાઓને સાથે લઈને આવી રહી છે ફિલ્મ ચીલઝડપ. ફિલ્મના માધ્યમથી ગુજરાતી દર્શકોને કાંઈક નવીન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ધર્મેશ મહેતાની ફિલ્મ ચીલઝડપમાં તમને થ્રિલ અને કોમેડી બંને જોવા મળશે.

આવી છે વાર્તા..
30 વર્ષની સ્વતંત્ર વિચારધારા ધરાવતી રિચા(સોનિયા શાહ) એક બેંકમાં કામ કરે છે. મુંબઈમાં રહેતી હોવાથી તેને નાણાંની અછત રહેતી હોય છે. એટલે તે બેંકના ખાતાઓ સાથે કેટલીક ગોઠવણી કરી છેતરપિંડી કરતી હોય છે.એક દિવસ ડ્રગ તસ્કર ગોપી જયસ્વાલ(સુશાંત સિંહ) તેને બેંક લૂંટી લેવાની ધમકી આપી છે. અને આ કેસ એ.સી.પી. ગોહિલ(દર્શન જરીવાલા)ના હાથમાં આવે છે. અને શરૂ થાય છે ચોર-પોલીસની રમત. હવે તેમાં જ્યારે રસિક(જીમિત ત્રિવેદી)ની એન્ટ્રી થાય છે ત્યારે સર્જાઈ છે વધુ સસ્પેન્સ.

ફિલ્મના ડિરેક્ટર ધર્મેશ મહેતા છે. પ્રોડ્યુસર રાજી રાયસિંઘાણી છે. વિઝન મુવી મેકર્સના બેનર નીચે ફિલ્મ બની રહી છે. વિહાગ મહેતાએ આ વાર્તા લખી છે. તો એડિટર રાજેશ પાંડે છે જ્યારે સિનેમેટોગ્રાફી રાહુલ જાધવની છે. ફિલ્મને સંગીતથી પિયુષ કનોજિયાએ સજાવી છે. જ્યારે લીરિક્સ નિરેન ભટ્ટના છે.

ઉષા ઉત્તુપે ગાયું છે ગીત
ઉષા ઉત્તુપે પહેલીવાર ગુજરાતી ફિલ્મ માટે ગીત ગાયું છે. આ ફિલ્મ છે ધર્મેશ મહેતાની 'ચીલઝડપ' અને ગીત છે 'અલગારી.' ઉષા ઉત્તુપની સિગ્નચેર સ્ટાઈલમાં ગવાયેલું આ ગીત ખૂબ જ સરસ છે. સાથે જ આદિત્ય ગઢવીએ પણ ગીત ગાયા છે.

આ પણ વાંચોઃ ઉષા ઉત્તુપે પહેલી વાર આ ગુજરાતી ફિલ્મ માટે ગાયું ગીત

ફિલ્મની કાસ્ટ અને ટ્રેલરે ખૂબ જ ઉત્સુકતા જગાવી છે. ફિલ્મ 6 સપ્ટેમ્બરે રીલિઝ થવા જઈ રહી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK