અક્ષયકુમારની હિરોઇન બનશે કિઆરા અડવાણી

ઉપાલા કે.બી.આર. | Apr 07, 2019, 08:37 IST

તામિલ હિટ ફિલ્મ મુની ૨ : કંચનાની હિન્દી રીમેક નૉર્થ ઇન્ડિયન ફ્લેવરમાં જોવા મળશે

અક્ષયકુમારની હિરોઇન બનશે કિઆરા અડવાણી
કિઆરા અડવાણી

તમિલ ફિલ્મ ‘મુની ૨: કંચના’ની હિન્દી રીમેકમાં અક્ષયકુમાર સાથે કિઆરા અડવાણીનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ માટે કૅટરિના કૈફ અને સોભિતા ધુલીપલાનું નામ ચર્ચામાં હતું. જોકે બન્નેએ આ ઑફરને ઠુકરાવતાં કિઆરાને આ ફિલ્મ મળી ગઈ છે. કિઆરા ૨૦૧૮માં આવેલી વેબ-સિરીઝ ‘લસ્ટ સ્ટોરીઝ’માં જોવા મળી હતી.

આ ફિલ્મનું વર્કિંગ ટાઇટલ ‘લક્ષ્મી’ રાખવામાં આવ્યું છે. આ હૉરર-કૉમેડીનું શૂટિંગ એપ્રિલની મધ્યમાં શરૂ થાય એવી શક્યતા છે. આ ફિલ્મમાં અક્ષયકુમારને એક ટ્રાન્સજેન્ડરનો આત્મા પોતાના તાબામાં કરી લે છે. કિઆરા તેની ગર્લફ્રેન્ડના પાત્રમાં જોવા મળશે. ઓરિજિનલ ફિલ્મમાં ફીમેલ લીડનું કામ વધુ નહોતું. જોકે આ હિન્દી રીમેકમાં કિઆરાની ભૂમિકા અગત્યની રહેશે. ફિલ્મની સ્ક્રિપ્ટ પણ હિન્દી દર્શકોને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે. ‘ગુડ ન્યુઝ’ બાદ અક્ષયકુમાર સાથે કિઆરાની આ બીજી ફિલ્મ હશે.

૨૦૧૧માં આવેલી ‘મુની ૨: કંચના’ના ડિરેક્ટર રાઘવેન્દ્ર લૉરેન્સ આ હિન્દી રીમેકને પણ ડિરેક્ટ કરશે. આ ફિલ્મની અન્ય ભાષાઓમાં થયેલી રીમેક ખાસ્સી સફળ થઈ છે. પ્રોડ્યુસરો શબીના ખાન અને તુષાર કપૂરે ગયા વર્ષે આ ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા હતા. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં નૉર્થ ઇન્ડિયનની ફ્લેવર દેખાડવામાં આવશે.

આ પણ વાંચો : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 2700 એપિસોડ પૂરા, જુઓ કલાકારોની ધમાલ મસ્તી

કિઆરા વિશે પૂછતાં શબીના ખાને કહ્યું હતું કે ‘હા, ‘કંચના’ની હિન્દી રીમેક માટે અમે કિઆરાને સાઇન કરી છે.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK