Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ ફિલ્મ માટે સ્ટ્રિક્ટ ડાયટ અપનાવીને સાડાત્રણ કિલો વજન ઉતાર્યું આમિરે

આ ફિલ્મ માટે સ્ટ્રિક્ટ ડાયટ અપનાવીને સાડાત્રણ કિલો વજન ઉતાર્યું આમિરે

29 March, 2019 08:48 AM IST |
ઉપાલા કે.બી.આર.

આ ફિલ્મ માટે સ્ટ્રિક્ટ ડાયટ અપનાવીને સાડાત્રણ કિલો વજન ઉતાર્યું આમિરે

આમિર ખાન

આમિર ખાન


હૉલીવુડની ‘ફૉરેસ્ટ ગમ્પ’ની હિન્દી રિમેક ‘લાલ સિંહ ચઢ્ઢા’ માટે આમિર ખાને સાડાત્રણ કિલો વજન ઉતાર્યું છે. ફિલ્મ માટે તે હજી ૨૦ કિલો વજન ઘટાડશે. આમિર ન્યુટ્રિશનલ બાયોકેમિસ્ટ ડૉ. નિખિલ ધુરંધરના માર્ગદર્શન હેઠળ ડાયટ ફૉલો કરે છે. ફિલ્મ અને પોતાની ડાયટ વિશે આમિરે કહ્યું હતું કે ‘હું આ ફિલ્મમાં એક યુવાન વ્યક્તિનું પાત્ર ભજવવાનો છું એથી મને ૨૦ કિલો વજન ઘટાડવાનું રહેશે. મેં બે અઠવાડિયાંની અંદર ડૉ. ધુરંધરના ગાઇડન્સમાં સાડાત્રણ કિલો વજન ઉતાર્યું છે.’

આ પણ વાંચો : એક્ટિંગ જ નહીં, ફેશન અને સ્ટાઈલમાં પણ નંબર વન છે આલિયા ભટ્ટ



 આમિર ખાન વેજિટેરિયન ડાયટ અનુસરે છે અને તે ભારતની બહાર જ્યારે હોય ત્યારે પણ તે પોતાના ડાયટને ફૉલો કરી શકે એથી તેને માફક આવે એવો જ ડાયટ પ્લાન ડૉ. ધુરંધરે બનાવ્યો છે. આ વિશે વિસ્તારમાં જણાવતાં આમિરે કહ્યું હતું કે ‘મને ભારતમાં જેવું ફૂડ મળે છે એવું કદાચ બહાર ન મળી શકે અને એની યોગ્ય માત્રા વિશે પણ હું ન જાણી શકું. એથી જ તેમણે મને એવી ડાયટ આપી છે જેને હું પ્રવાસ વખતે સરળતાથી અપનાવી શકું.’


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2019 08:48 AM IST | | ઉપાલા કે.બી.આર.

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK