લાલ સિંહ ચઢ્ઢાને પહેલી ક્લૅપ આપશે આમિર ખાનની મમ્મી ઝીનત હુસેન

Published: Oct 27, 2019, 10:36 IST | ઉપાલા કે.બી.આર. | મુંબઈ

31 ઑક્ટોબરથી શરૂ થઈ રહેલા પહેલા શેડ્યુલમાં મુંબઈના ઇતિહાસનું શૂ​ટિંગ થશે

આમિર ખાન અને મમ્મી ઝીનત હુસેન
આમિર ખાન અને મમ્મી ઝીનત હુસેન

આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’નાં શૂટિંગ માટે ફર્સ્ટ ક્લૅપ તેની મમ્મી ઝીનત હુસૈન આપશે. આ ફિલ્મ ૧૯૯૪માં આવેલી હૉલીવુડની ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે. આ ફિલ્મનું ફર્સ્ટ શેડ્યુલ મુંબઈમાં શૂટ થવાનું છે. આ ફિલ્મ આમિરના દિલની નજીક હોવાથી તેની ઇચ્છા છે કે ફર્સ્ટ ક્લૅપ તેની મમ્મી જ આપે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન પણ અગત્યની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં ભારતનાં ચાર દાયકાનાં ઇતિહાસ પર પ્રકાશ પાડવામાં આવશે. સાથે જ ઇમરજન્સી અને કારગીલ વૉરને પણ ફિલ્મમાં દેખાડવામાં આવશે. ૩૧મી ઑક્ટોબરથી યશ રાજ ફિલ્મ્સ સ્ટૂડિયોમાં ૧૫ દિવસનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. એ દરમ્યાન મુંબઈની પણ સ્ટોરી દેખાડવામાં આવશે.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદીના ઇન્ડિયાવાલી દિવાલી કૅમ્પેનનો ચહેરો બન્યો રાજકુમાર રાવ

મુંબઈ બાદ ઉત્તર ભારત, દિલ્હી અને પંજાબમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. ફિલ્મનાં પહેલા ભાગમાં આમિર મિડલ ઍજનો દેખાવાનો છે. એના માટે આમિરે ૨૦ કિલો વજન પણ ઘટાડ્યુ છે. સાથે પોતાનાં સરદાર લુક માટે દાઢી પણ વધારી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK