મુંબઈ સાગાના સેટ પર નેતાએ પહોંચીને કરી પૈસાની ડિમાન્ડ
મુંબઈ સાગા
જૉન એબ્રાહમ અભિનીત ‘મુંબઈ સાગા’ના શૂટિંગ દરમ્યાન અચાનક એક નેતા અને તેના સાગરીતોએ પહોંચીને પૈસાની માગણી કરી હતી. તેઓ ક્યાં શૂટિંગ કરી રહ્યા હતા અને તે નેતાનું નામ શું હતું એ વાત હજી પણ રહસ્ય છે. આ તમામ ઘટના વિશે વિસ્તારમાં જણાવતાં ફિલ્મ મેકર સંજય ગુપ્તાએ ટ્વીટ કહ્યું હતું કે ‘એક પૉલિટિકલ લીડર અને તેનાં સાગરીતો ફિલ્મનાં સેટ પર પહોંચી ગયા હતાં. સાથે જ તેણે શૂટિંગ શરૂ કરતાં પહેલા પોતાનાં હાથે નાળિયેર ફોડવાનો આગ્રહ કર્યો હતો.
આ પણ વાંચો : મલાઇકા અરોરાને કરવા છે બીચ વેડિંગ
ADVERTISEMENT
આટલું જ નહીં તેણે સ્ટાર્સ સાથે ફોટો પડાવવાની અને શૂટિંગની પરમિશન માટે પૈસાની પણ ડિમાન્ડ કરી હતી. પોલીસ પણ એ વખતે શૂટિંગ બંધ કરાવવા માટે આવી હતી. સદ્નસીબે અમે ફિલ્મનું મુખ્ય દૃશ્ય શૂટ કરી લીધુ હતું. અમે પેક-અપ કરીને ત્યાંથી નિકળી ગયા હતાં. હું હવે ભવિષ્યમાં કદી પણ એ જગ્યાએ શૂટ કરવાનું વિચારીશ પણ નહીં.’