‘ઉંગલી’ ફૅમ અભિનેત્રી રશેલ વ્હાઈટ પણ કોરોના પૉઝિટિવ

Updated: Jul 12, 2020, 16:13 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, હાલ તે હૉમ ક્વૉરન્ટીન છે

રશેલ વ્હાઈટ (તસવીર સૌજન્ય: ટ્વીટર)
રશેલ વ્હાઈટ (તસવીર સૌજન્ય: ટ્વીટર)

‘ઉંગલી’ અને ‘હર હર બ્યોમકેશ’ ફૅમ અમેરિકન ઈન્ડિયન અભિનેત્રી રશેલ વ્હાઈટ કોરોના વાયરસ (COVID-19)નો શિકાર થઈ ગઈ છે. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની માહિતી શનિવારે મોડી રાત્રે ટ્વીટ કરીને અભિનેત્રીએ પોતે જ આપી હતી.

રચેલ વ્હાઈટે ટ્વીટમાં કહ્યું હતું કે, મારો કોરોના વાયસરના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં પોતાને હોમ ક્વૉરન્ટીન કરી છે. મને તમારી પ્રાર્થનાઓમાં યાદ રાખજો. હું રિકવર થવાના રસ્તે છું.

રશેલ વ્હાઈટને તેની ફિલ્મ ‘ઉંગલી’, ‘હર હર બ્યોમકેશ’, ‘દેવી’ અને ‘વન’થી લોકો ઓળખે છે. આ ઉપરાંત તેણે વૅબ સીરિઝ 'લવ, લાઈફ એન્ડ સ્ક્રુ અપ્સ'માં પણ અભિનય કર્યો છે. વર્ષ 2018માં રશેલે 'મી ટૂ' ઝુંબેશ હેઠળ સાજીદ ખાન પર શોષણના આરોપ મૂક્યા હતા. ત્યારબાદ તેને ફિલ્મ 'હાઉસફુલ 4' માંથી કાઢી નાખવામાં આવી હતી

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK