Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Ujda Chaman Release: હવે બાલા પહેલા રિલીઝ થશે ઉજડા ચમન

Ujda Chaman Release: હવે બાલા પહેલા રિલીઝ થશે ઉજડા ચમન

23 October, 2019 08:06 PM IST | મુંબઈ ડેસ્ક

Ujda Chaman Release: હવે બાલા પહેલા રિલીઝ થશે ઉજડા ચમન

Ujda Chaman Release: હવે બાલા પહેલા રિલીઝ થશે ઉજડા ચમન


અભિષેક પાઠક નિર્દેશિત ફિલ્મ 'ઉજડા ચમન'ની રિલીઝ ડેટમાં ફેરફાર કર્યો છે. ફિલ્મને હવે 1 નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે. આ પહેલા ફિલ્મ 8 નવેમ્બરના રિલીઝ થવાની હતી. આ ફિલ્મનો આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ 'બાલા' સાથે વિવાદ ચાલી રહ્યો છે. હવે અભિષેકની આ ફિલ્મ 'બાલા' પહેલા રિલીઝ કરવામાં આવશે. હાલ, બાલાની રિલીઝ ડેટ 7 નવેમ્બર છે.

રિલીઝ ડેટમાં ફેરફારની માહિતી ફિલ્મ ક્રિટિક્સ તરણ આદર્શે આપી છે. તરણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી એક પોસ્ટર રિલીઝ કરતાં જણાવ્યું કે ફિલ્મ 1 નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મની રિલીઝ ડેટને લઈને પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ ફિલ્મના નિર્દેશક અભિષેક પાઠક સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા. તેમણે અરજી દાખલ કરતાં આયુષ્માનની ફિલ્મ 'બાલા'ની રિલીઝ પર રોક લગાડવાની માગ કરી છે. કોર્ટે આ મામલે 4 નવેમ્બરની તારીખ આપી છે.




'બાલા'ના પોસ્ટર રિલીઝ થયા પછીથી આ વિવાદ ચાલી રહ્યો છે. બન્ને ફિલ્મોના પોસ્ટરમાં ઘણી બધી સમાનતા છે. બન્ને ફિલ્મો એક જ આઇડિયા પર આધારિત છે. આને લઇને 'ઉજડા ચમન'ના નિર્દેશક અભિષેક પીટીઆઇ સાથે વાત કરતાં કહ્યું હતું કે 'બાલા' અને 'ઉજડા ચમન'માં અનેક સમાનતાઓ જોઇ શકાય છે. મને નથી ખબર શું થઈ રહ્યું છે. મારી ફિલ્મનું ટ્રેલર 1 ઑક્ટોબરે રિલીઝ થયું હતું અને તેમની ફિલ્મનું ટ્રેલર 10-11 તારીખે આવ્યું.


આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

આયુષ્માનની ફિલ્મના નિર્માતા સની સિંહે કહ્યું હતું કે હું આ બધાંથી દૂર છું. આ રિલીઝ ડેટમાં ફેરફાર પછી 'બાલા'ના મેકર્સ તરફથી કોઇ જ પ્રતિક્રિયા આવી નથી. શક્ય છે કે 'બાલા'ની રિલીઝ ડેટમાં પરિવર્તન કરવામાં આવે. તો મેકર્સની નજર કોર્ટના નિર્ણય પર પણ હશે.

Whatsapp-channel Whatsapp-channel

23 October, 2019 08:06 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK