Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Ujda Chaman Box Office collection Day 2: કરી આટલી કમાણી

Ujda Chaman Box Office collection Day 2: કરી આટલી કમાણી

03 November, 2019 03:19 PM IST | મુંબઈ ડેસ્ક

Ujda Chaman Box Office collection Day 2: કરી આટલી કમાણી

Ujda Chaman Box Office collection Day 2: કરી આટલી કમાણી


'ઉજડા ચમન' શુક્રવારે એટલે કે (1 નવેમ્બર) રિલીઝ થઈ હતી. બોલીવુડ હંગામા વેબસાઇટ પ્રમાણે, ફિલ્મે 2.35 કરોડની ઓપનિંગ કરી, જે અંદાજિત આંકડા પ્રમાણે જ છે. ટ્રેડ જાણકારો પ્રમાણે પૂર્વાનુમાન કરવામાં આવ્યું હતું કે ફિલ્મ 2-3 કરોડની કમાણી પહેલા દિવસે કરી શકે છે. બીજા દિવસે શનિવારે 'ઉજડા ચમન'ના કલેકશનમાં થોડોક સુધાર પણ આવ્યો છે અને ફિલ્મે 3.30 કરોડ જમા કરી લીધા છે. ફિલ્મના ભવિષ્ય માટે આ સારા સંકેતો છે. અહીં નોંધનીય બાબત એ પણ છે કે 'ઉજડા ચમન'ની કૉમ્પિટિશન 'હાઉસફુલ 4' જેવી મલ્ટી સ્ટારર ફિલ્મ સાથે છે, જે બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે.

'ઉજડા ચમન' નાની ઉંમરમાં ટાલિયાપણાને કારણે થતી મુશ્કેલીઓને સામાજિક રૂપે મજાકિયા અંદાજમાં દર્શાવે છે. ફિલ્મમાં સનીએ બૉલ્ડ લૂક અપનાવ્યો છે. ફિલ્મમાં માનવી ગગરૂએ ફીમેલ લીડ રોલ ભજવ્યો છે. 'ઉજડા ચમન'ને ક્રિટિક્સની મિક્સ પ્રતિક્રિયા મળી છે. ફિલ્મના પ્રમોશનમાં અજય દેવગન, જૉન અબ્રાહમ, અનિલ કપૂરે પણ સાથ આપ્યો ચે. આ સુપરસ્ટાર્સ સાથે ફિલ્મના પોસ્ટર્સ રિલીઝ કરવામાં આવ્યા હતા.



સનીની આ પહેલી સોલો લીડ રોલવાળી ફિલ્મ છે. આ પહેલા તે કાર્તિક આર્યન સાથે સોનૂ કે ટીટૂ કી સ્વીટીમાં પેરેલલ લીડ રોલમાં જોવા મળી હતી.


'ઉજડા ચમન' આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'બાલા' સાથેની સમાનતાઓને લઈને ચર્ચામાં હતી. બાલાની સ્ટોરીના કેન્દ્રમાં યુવાનીમાં જ ટાલિયાપણાની મુશ્કેલીને લઈને કેટકેટલીય સામાજિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તે દર્શાવે છે. જો કે, તેની ફિલ્મી પ્રસ્તુતિ ખૂબ જ અલગ છે. બાલાના નિર્દેશક અમર કૌશિક છે. ફિલ્મમાં ભૂમિ પેડણેકર અને યામી ગૌતમ ફીમેલ લીડ રોલમાં છે. બાલા 8 નવેમ્બરના રિલીઝ થઈ રહી છે, જ્યારે 7 નવેમ્બરે તેના પેઇડ પ્રીવ્યૂઝ હશે.

આ પણ વાંચો : વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દરેક અવતારમાં શોભી ઉઠે છે અલીશા પ્રજાપતિ


બીજા વીકએન્ડમાં ઉજડા ચમનની મુશ્કેલીઓ વધી જશે. 'હાઉસફુલ 4' સાથે આ ફિલ્મે 'બાલા' સાથે પણ ટક્કર લેવાની રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

03 November, 2019 03:19 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK