ઉદિત નારાયણની દીકરા આદિત્ય સાથે જોવા મળી ખાસ બૉંડિંગ, જુઓ મજેદાર વીડિયો

Published: Sep 29, 2019, 18:26 IST | મુંબઈ ડેસ્ક

સોનીના અપકમિંગ શૉ ઇન્ડિયન આઇડલના જજ અનુ મલિક અને શૉ હોસ્ટ આદિત્ય નારાયણ પણ સામેલ થયા.

પિતા ઉદિત નારાયણ સાથે પુત્ર આદિત્ય નારાયણ
પિતા ઉદિત નારાયણ સાથે પુત્ર આદિત્ય નારાયણ

સોની ટીવીના સુપરહિટ શૉ સુપરસ્ટાર સિંગરમાં આ વીકએન્ડમાં બધાં જ કોન્ટેસ્ટન્ટે 90ના દાયકાના સુપરહિટ ગીતોથી માહોલ બનાવ્યો હતો. આ ખાસ અવસરે 90ના દાયકાના સુપરસ્ટાર સિંગર ઉદિત નારાયણે ગેસ્ટ જજ તરીકે શૉમાં હાજરી આપી હતી. તો સોનીના અપકમિંગ શૉ ઇન્ડિયન આઇડલના જજ અનુ મલિક અને શૉ હોસ્ટ આદિત્ય નારાયણ પણ સામેલ થયા.

સુપરસ્ટાર સિંગરના મંચ પર આદિત્ય નારાયણની પિતા ઉદિત નારાયણ સાથેની ખાસ બૉન્ડિંગ જોવા મળી. બાપ-દીકરાની જોડીમાં સૌથી વધુ ધ્યાનાકર્ષિત કરતી બાબત હતી બન્નેના આઉટફિટ્સ. હકીકતે, સુપરસ્ટાર સિંગર શૉમાં ઉદિત નારાયણ અને આદિત્ય નારાયણ બન્ને એક જ કલરના મેચિંગ આઉટફિટમાં જોવા મળ્યા.

આદિત્ય નારાયણે પિતા ઉદિત નારાયણને ડેડિકેટ કર્યું આ ગીત
આદિત્ય નારાયણે શૉમાં પિતા ઉદિત નારાયણ માટે સુપરહિટ સૉન્ગ પાપા કહેતે હૈ બડા નામ કરેગા પણ ડેડિકેટ કર્યું. અનુ મલિક પણ ઉદિત નારાયણ સાથે આ ગીત પર સુર સાથે સુર લગાવવા લાગ્યા. પોતાના દીકરા પાસેથી આ ગીત સાંભળીને ઉદિત ખૂબ જ ખુશ જોવા મળ્યા. તેની સાથે બન્નેએ મળીને સલમાન ખાનની પાર્ટનર ફિલ્મનું સુપરહિટ ગીત ડૂ યૂ વૉન્ના પાર્ટનર પણ ગાયું. અલ્કા યાજ્ઞિક પણ બન્ને સાથે જોવા મળી.

આદિત્ય નારાયણે ઉદિત નારાયણ બનીને અલ્કા યાજ્ઞિક સાથે કરી મસ્તી
આદિત્ય નારાયણે સેટ પર ઉદિત નારાયણ બનીને શૉના જજ અલ્કા યાજ્ઞિક સાથે ખૂબ જ મસ્તી કરી. શૉમાં આદિત્ય નારાયણે પિતા ઉદિત નારાયણ બનીને તેમની મિમક્રી કરતાં એન્ટ્રી કરી. આદિત્ય નારાયણ પિતા બનીને શૉના જજ અલ્કા યાજ્ઞિક સાથે ફ્લર્ટ કરતો પણ જોવા મળ્યો.

આ પણ વાંચો : ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

જણાવીએ કે અલ્કા યાજ્ઞિક અને ઉદિત નારાયણ વચ્ચે ખૂબ જ સારી મિત્રતા છે. બન્ને એકબીજા સાથે સ્પેશિયલ બૉન્ડ શૅર કરે છે. બન્નેએ એકબીજા સાથે કેટલાય સુપરહીટ ગીતો ગાયા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK