Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ વીકમાં બે લો-બજેટ ફિલ્મ રિલીઝ થશે

આ વીકમાં બે લો-બજેટ ફિલ્મ રિલીઝ થશે

16 October, 2014 05:39 AM IST |

આ વીકમાં બે લો-બજેટ ફિલ્મ રિલીઝ થશે

આ વીકમાં બે લો-બજેટ ફિલ્મ રિલીઝ થશે


sonali cable



‘સોનાલી કેબલ’માં શું છે?

રમેશ સિપ્પી એન્ટરટેઇનમેન્ટની ‘સોનાલી કેબલ’ ડિરેક્ટર રોહન સિપ્પીએ ડિરેક્ટ કરી છે જ્યારે ફિલ્મમાં રિયા ચક્રવર્તી, અલી ફઝલ, અનુપમ ખેર, શિવાનંદ કરકરે અને સ્મિતા જયકર છે. ફિલ્મની વાર્તા સોનાલી નામની એક છોકરીની આસપાસ ઘૂમરાય છે.
બધા એવું માને છે કે મુંબઈમાં રહેવા માટે ઘર અને ટકવા માટે પૈસા જોઈએ, પણ સોનાલી (રિયા ચક્રવર્તી)નું માનવું છે કે મુંબઈમાં ટકવા માટે બુદ્ધિ જોઈએ. સોનાલી મુંબઈમાં એ જ માનસિકતા સાથે રહે છે. સોનાલી મુંબઈમાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સર્વિસ ચલાવી રહી છે અને મસ્ત મજા સાથે જીવી રહી છે. તકલીફ ત્યારે શરૂ થાય છે જ્યારે સોનાલીનું બ્રૉડબૅન્ડ સ્પીડ અને એકદમ કિફાયતી ભાવને કારણે લોકોમાં પૉપ્યુલર બનતું જાય છે. સોનાલીની આ પૉપ્યુલરિટી શાઇનિંગ ઇન્કૉર્પોરેશનના ગુજરાતી માલિક વાઘેલા (અનુપમ ખેર)થી જોઈ શકાતી નથી અને સોનાલી-વાઘેલા આમને-સામને આવી જાય છે. વાઘેલા માને છે કે સોનાલી છોકરી છે એટલે તેને દબડાવી શકાશે, પણ સોનાલી એમ ગાંજી જાય એવી નથી. તે પણ વાઘેલા સામે શિંગડાં ભરાવે છે.


‘મુંબઈ ૧૨૫ KM’માં શું છે?



Mumbai 125 km

હૉરર ફિલ્મ ‘મુંબઈ ૧૨૫ KM’માં એક રાતની વાત છે. મુંબઈથી પુણે જવા માટે નીકળેલા પાંચ ફ્રેન્ડ્સને મુંબઈ-પુણે હાઇવે પર એક એવો અનુભવ થાય છે જે અનુભવના બાર કલાક તે બધાની લાઇફ બદલાવી નાખે છે. નવી જનરેશનના આ પાંચ ફ્રેન્ડ્સ ક્યારેય ભૂતપ્રેત, ચૂડેલ-ડાકણમાં નથી માનતા; પણ મજાકમસ્તી કરવા માટે નીકળ્યા પછી તેમને રાતે આ હાઇવે પર ચૂડેલ ભટકાય છે. એક્સપ્રેસ હાઇવેને બદલે સ્ટેટ હાઇવેથી આગળ વધી રહેલા આ ફ્રેન્ડ્સને જ્યારે અગોચરનો અનુભવ થાય છે ત્યારે તેમનો પરસેવો છૂટી જાય છે અને પુણે જવાને બદલે હેમખેમ ત્યાંથી નીકળવા માટેનાં હવાતિયાં મારવાં શરૂ કરે છે.ફિલ્મમાં પાકિસ્તાનની વિવાદાસ્પદ ઍક્ટ્રેસ વીના મલિક અને ટીવી-સ્ટાર કરણવીર બોહરા છે.



Whatsapp-channel Whatsapp-channel

16 October, 2014 05:39 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK