બચ્ચનને કારણે બસ્સો જણને જોખમ

Published: Jul 13, 2020, 08:31 IST | Rashmin Shah | Mumbai Desk

તમામ પ્રકારની ચીવટ સાથે રહેનાર બચ્ચન-ફૅમિલીના ‘જલસા’માં કોરોના-કરીઅર બનવાનો અપજશ અભિષેકના નામે છે

અમિતાભ બચ્ચન સાથે પુત્ર અભિષેક બચ્ચન
અમિતાભ બચ્ચન સાથે પુત્ર અભિષેક બચ્ચન

પહેલાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન પછી ગઈ કાલે ઐશ્વર્યા રાય-બચ્ચન તથા આરાધ્યા બચ્ચનના કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવતાં દેશભરમાં જબરદસ્ત સન્નાટો પ્રસરી ગયો છે. અમિતાભ બચ્ચને શનિવારે રાતે જ પોતાના ટ્વિટર-અકાઉન્ટ પર લખ્યું હતું કે ‘છેલ્લા ૧૦ દિવસમાં જેકોઈ મને મળ્યા હોય એ તમામ લોકો કોરોના-ટેસ્ટ કરાવે.’ જોકે હકીકત એ છે કે છેલ્લા ૧૦ દિવસમાં અમિતાભ જેટલું જ બીજાને મળવાનું કામ અભિષેકે પણ કર્યું છે. વેબ-સિરીઝ ‘બ્રીધ’ની સેકન્ડ સીઝનના લૉન્ચિંગ અને સાથોસાથ હૉટસ્ટાર પર રિલીઝ થનારી ફિલ્મ ‘બિગ બુલ’ના પોસ્ટ પ્રોડક્શન વર્કને કારણે અભિષેક અનેક લોકોના કૉન્ટૅક્ટમાં આવ્યો છે. એને કારણે એવું અનુમાન મૂકવામાં આવે છે કે ‘જલસા’માં કોરોનાને લાવવાનું કામ અજાણતાં જ અભિષેક દ્વારા થયું હોઈ શકે. અભિષેક છેલ્લા ૧૦ દિવસમાં અનેક લોકોને મળ્યો હતો. મળ્યા એ અફકોર્સ એલિટ ક્લાસના જ લોકો હતા, પણ એમ છતાં એ વ્યક્તિ બહાર કોના સંપર્કમાં હતી એના વિશે કશું કહી શકાય એમ નથી એટલે શક્યતા એવી છે કે અભિષેકમાં એ વ્યક્તિમાંથી કોરોના પ્રવેશ્યો હોઈ શકે.
અભિષેક જેમના કૉન્ટૅક્ટમાં આવ્યો છે એમાં હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ એવા બે ફિલ્મ-ડિરેક્ટરનું નામ પણ આવે છે, તો બાલાજી ટેલિફિલ્મ્સની વેબ-સિરીઝ કરનાર બે ઍક્ટ્રેસનાં નામ પણ સામેલ છે. અમિતાભ બચ્ચન પણ આ દિવસોમાં સોની ટીવીના ક્વિઝ-શો ‘કૌન બનેગા કરોડપતિ’ માટે ચૅનલ અને પ્રોડક્શન-હાઉસના સિનિયર્સના રૂબરૂ કૉન્ટૅક્ટમાં હતા. એ ઉપરાંત બે ફિલ્મ-ડિરેક્ટર પણ આ જ દિવસોમાં બિગ બીને મળ્યા હતા.
આમ બૉલીવુડ જ નહીં, ટીવી-ઇન્ડસ્ટ્રીમાં પણ ખાસ્સું વજન ધરાવતા ૨૦૦થી વધુ લોકો યેનકેન પ્રકારે અમિતાભ-અભિષેકના કૉન્ટૅક્ટમાં આવ્યા હતા, જેઓ બધા કોરોના-સંક્રમિત હોવાની શક્યતા ઊભી થઈ છે. આ લોકોમાંથી કેટલાક તો સ્વૈચ્છિક હોમ-ક્વૉરન્ટીન થઈ ગયા છે તો કેટલાકે કોરોના-ટેસ્ટ કરાવી લેવાનું નક્કી કર્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK