સોનુ સૂદની મદદને યૂઝરે જણાવ્યું 'PR સ્ટન્ટ',અભિનેતાએ આપ્યો જડબાતોડ જવાબ

Published: 26th October, 2020 20:42 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

યૂઝરને જડબાતોડ જવાબ આપતા સોનુ સૂદે હૉસ્પિટલમાં એડમિટ થયેલા એક પેશન્ટના બિલની કૉપી ટ્વિટર પર શૅર કરી છે.

સોનુ સૂદ
સોનુ સૂદ

લૉકડાઉનમાં સોનુ સૂદ, જરૂરિયાતમંદોની મદદ કરી લોકોનો મસીહા બન્યો, પણ એવું લાગે છે કે તેમની દરિયાદિલી લોકોને પીઆર સ્ટન્ટ લાગી રહી છે જો કે આ અંગે યૂઝરને જડબાતોડ જવાબ આપતા સોનુ સૂદે હૉસ્પિટલમાં એડમિટ થયેલા એક પેશન્ટના બિલની કૉપી ટ્વિટર પર શૅર કરી છે.

હકીકતે, સ્નેહિલ નામના એક યૂઝરે ટ્વીટ કરીને પોતાના બીમાર બાળકની સારવાર માટે મદદ માગી હતી. સોનુએ તેમની મદદ કરી. હવે એક બીજા યૂઝરે તેના પર પ્રશ્ન ઉઠાવતા લખ્યું, "એક નવું ટ્વિટર અકાઉન્ટ, જેના બેથી ત્રણ ફૉલોવર્સ છે, ફક્ત એક ટ્વીટ છે. તેણે સોનુ સૂદને ટૅગ પણ નથી કર્યું, લોકેશનનો પણ ઉલ્લેખ નથી. કોઇ કોન્ટેક્ટ પણ નથી, ન કોઇ ઇ-મેલ એડ્રેસ. પણ, સોનુને તે ટ્વીટ મળી જાય છે અને તે તેની મદદ પણ કરી દે છે. એવા ઘણાં બધાં અકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવ્યા, જેમણે મદદ માગી હતી. પીઆર ટીમ આ રીતે જ કામ કરે છે."

હવે આનો જવાબ આપતા સોનુએ બિલની તસવીર શૅર કરી છે, જેમાં તે બધાં લોકોની માહિતી છે, જેમનું બિલ કે સારવાર સોનુ સૂદે કરાવી છે. સોનુએ સોશિયલ મીડિયા પર આ લિસ્ટ શૅર કરતા લખ્યું, "આ બધાંથી સારી વાત છે ભાઈ, હું જરૂરિયાતમંદોને શોધી લઉં છું અને તે પણ મને શોધી લેતાં હોય છે. આ બધો સારાવિચારોનો ફળ છે. જો કે, તમે નહીં સમજો. ગઈ કાલે આ દર્દી એસઆરસીસી હૉસ્પિટલમાં હશે. કૃપા કરીને તમારા તરફથી તેમને ફળ મોકલી આપજો, જેના માત્ર બે-ત્રણ ફોલોવર્સ છે. તે તમારા જેવા વધારે ફોલોવર્સ ધરાવતા લોકોનો પ્રેમ પામીને ખુશ થઈ જશે."

જણાવવાનું કે, સોનુ સૂદ હાલ બધાની મદદ કરવામાં વ્યસ્ત છે. તે મોટાભાગે કોઇકને કોઇક જરૂરિયાતમંદની મદદ કરતા જોવા મળે છે. જો કે, તેમના પર આરોપ પણ મૂકાતા રહે છે કે આ તેમનો ફક્ત પીઆર સ્ટન્ટ છે અને ફક્ત લોકપ્રિયતા મેળવવા માટે તે લોકોની મદદ કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK