Akshay Kumarના પુત્ર Aaravને લાગેલા નવા શોખથી Twinkle Khanna છે શોક્ડ !

મુંબઈ | Jul 05, 2019, 12:41 IST

અક્ષયની બેટર હાફ ટ્વિંકલ ખન્ના અને પુત્રી નિતારા પણ લંડનમાં છે. આમ તો ખાસ કંઈ નથી, પરંતુ તાજેતરમાં જ અક્ષયકુમારના પુત્ર આરવને એક એવો શોખ લાગ્યો છે, જેને કારણે મમ્મી ટ્વિંકલ ખન્ના ચોંકી ઉઠી છે.

Akshay Kumarના પુત્ર Aaravને લાગેલા નવા શોખથી Twinkle Khanna છે શોક્ડ !

અક્ષયકુારના પુત્ર આરવ હાલ લંડનમાં અભ્યાસ કરી રહ્યા છે. અક્ષય કુમાર હંમેશા પરિવાર સાથે રજા મનાવવા માટે લંડન જાય છે અને પુત્ર આરવ સાથે સમય વીતાવે છે. અક્ષયની બેટર હાફ ટ્વિંકલ ખન્ના અને પુત્રી નિતારા પણ લંડનમાં છે. આમ તો ખાસ કંઈ નથી, પરંતુ તાજેતરમાં જ અક્ષયકુમારના પુત્ર આરવને એક એવો શોખ લાગ્યો છે, જેને કારણે મમ્મી ટ્વિંકલ ખન્ના ચોંકી ઉઠી છે.

આ વાતની માહિતી ખુદ ટ્વિંકલ ખન્નાએ ફેન્સ અને ફોલોઅર્સને આપી છે. ટ્વિંકલ ખન્નાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આરવને લાગેલા નવા શોખ વિશે વાત કરી છે. ઘટના એવી છે કે અક્ષયકુમારના પુત્ર આરવને હવે મ્યુઝિયમમાં જવાનો શોખ લાગ્યો છે. પહેલા તેને આ નહોતું ગમતું. ઈન્સ્ટાગ્રામ પર ટ્વિંકલ ખન્નાએ આરવ સાથે એક મ્યુઝિયમની મુલાકાતના ફોટો અને વીડિયો શૅર કર્યા છે. આ પોસ્ટ સાથે ટ્વિંકલ ખન્નાએ લખ્યું છે કે,'પરિસ્થિતિ બદલાઈ છે, આ વખતે મારે આરવને પરાણે મ્યુઝિયમ નથી લઈ જવો પડ્યો. તે પોતે જ મ્યુઝિયમ જોવા ઈચ્છતો હતો.' આ સાથે જ ટ્વિંકલ ખન્નાએ Discover new things everydayનો હૅશટેગ પણ મૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે અક્ષયકુમારની પત્ની ટ્વિંકલ ખન્નાને આર્ટસનો ખૂબ જ શોખ છે. હાલ તે ફિલ્મોથી દૂર લેખિકા તરીકે પોતાની લાઈફ એન્જોય કરી રહી છે. ટ્વિંકલ મિસિનઝ ફન્ની બોન્સના નામે હ્યુમરસ આર્ટિકલ્સ લખે છે. તે પુસ્તકો પણ લખી ચૂક્યા છે.

અક્ષયકુમારની વાત કરીએ તો 15 ઓગસ્ટે તેમની ફિલ્મ મિશન મંગળ રિલીઝ થવાની છે. આ ફિલ્મ મંગળ ગ્રહ પર ભારતના પહેલા મંગળયાનને મોકલવાની સ્ટોરી પર આધારિત છે. અક્ષયકુમારે તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. 15 ઓગસ્ટે રિલીઝ થઈ રહેલી ફિલ્મ મિશન મંગળમાં અક્ષયકુમારની સાથે સાથે વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, તાપસી પન્નૂ, નિત્યા મેનન, કીર્તુ કુલ્હારી અને શર્મન જોશી લીડ રોલમાં છે. આ ફિલ્મને જગનશક્તિએ ડિરેક્ટ કરી છે. રસપ્રદ વાત એ છે કે 15 ઓગસ્ટે મિશન મંગળની સાથે સાથે જૉન અબ્રાહમની ફિલ્મ પ્રભાસની સાહો રિલીઝ થવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK